Video: ક્રિકેટમાં થયો ચમત્કાર! વગર બાઉન્ડ્રીએ એક બોલ પર બન્યા 5 રન

એ તો તમે સાંભળ્યું હશે ક્રિકેટ અનિશ્ચિતાનો ખેલ છે કારણ કે જ્યાં સુધી છેલ્લો બોલ ન ફેંકાઈ જાય ત્યાં સુધી કઈ પણ કહેવુ મુશ્કેલ છે. ક્રિકેટમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જીતેલી બાજી ક્યારે હારમાં પલટાઈ જાય તે કહીં ન શકાય. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા પછી તમને પણ આંચકો લાગશે. આ કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ નહોતી પણ એક લોકલ મેચ હતી જેમા આ વિચિત્ર ઘટના બની છે.

હવે આજે અમે જે ઘટના વિશે વાત કરી રહ્યા છીએ તેમા બન્યું એવુ કે બેટ્સમેન બાઉન્ટ્રી ફટકાર્યા વિના 5 રન બનાવી લે છે. હવે તમે કેશો કે બાઉન્ડ્રી વિના 5 રન કેવી રીતે થઈ શકે. આ ઘટના વકીલ ક્રિકેટ લીગમાં ઓટોમોલ અને ઓડિયોનિકની ટીમો વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળી છે. આ મેચમાં ઓડિયોનિકની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 154 રન બનાવ્યા હતા, હવે જીતવા માટે ઓટોમોલની ટીમે 155 રન બનાવવાના હતા.હવે બીજા દાવમાં મેચ એવા તબક્કામાં પહોંચી ગઈ કે છેલ્લા બોલ પર જીતવા માટે 5 રનની જરૂર હતી.

ત્યારે છેલ્લા બોલે બેટ્સમેને મોટો શોટ મારવાની કોશિશ કરી પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. બોલ બાઉન્ડ્રી નજીક ફિલ્ડર પાસે ગયો પરંતુ બેટ્સમેને હિમત બતાવીને ઝડપી રન લેવાનું શરૂ કર્યું.ત્યારબાદ લોંગ ઓન પર ફિલ્ડિંગ કરતા પ્લેયરે બોલને થ્રો કરવાની જગ્યાએ પોતે જ હાથમાં બોલ પકડીને નોન સ્ટ્રાઈક પર બેટ્સમેનને રન આઉટ કરવા દોડ્યો. પરંતુ બેટ્સમેન નોન સ્ટ્રાઈક પર ઉભો રહે છે અને સ્ટાઈક પર રહેલો બેટ્સમેન ત્રીજા રન માટે દોડવા લાગે છે

જેને જોઈને ફિલ્ડરે સ્ટ્રાઈક એન્ડ પર બોલ ફેક્યો. અહીં પણ બેટ્સમેનને તેનું નસીબ સાથ આપે છે.બોલ વિકેટ કિપરના હાથમાં આવતો નથી અને પાછળ ચાલ્યો જાય છે અને આ જ ક્ષણનો ફાયદો ઉઠાવીને બન્ને બેટ્સમેન ચોથો અને પાંચમો રન દોડી જાય છે. ક્રિકેટના મેદાનમાં બનેલી આ ઘટનાને જોઈએ દરેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે. કારણ કે આવી ઘટના ભાગ્યે જ કોઈએ જોઈ હશે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

YC