બહેનને લગ્નમાં સોનાની વીંટી અને ટીવી ગિફ્ટ આપવી ભાઇને ભારે પડી ! પત્નીએ પિયરવાળા જોડે મારઝૂડ કરાવી કરાવી નાખી પતિની હત્યા

બહેનને લગ્નમાં ગિફ્ટ કરવા માગતો હતો LED ટીવી…પત્નીને ખટકી વાત, પછી પિયરથી ભાઇઓને બોલાવી પતિની કરાવી દીધી હત્યા

યુપીના બારાબંકીમાં એક યુવકને તેની બહેનના લગ્નમાં LED ટીવીની ભેટ આપી હતી, જે તેના માટે જીવલેણ બની. આ બાબતે ઝઘડો થતાં પત્નીએ તેના ભાઈઓને પિયરથી બોલાવ્યા અને બધાએ મળી યુવકને ઢોર માર મારી તેની હત્યા કરી દીધી. ઘટના બાદ પોલીસે મૃતકની પત્ની અને સાળા સહિત પાંચ લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ મામલો બડ્ડુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સહરી મજરે ઝરસાવા ગામનો છે. જ્યાંના રહેવાસી 35 વર્ષીય ચંદ્ર પ્રકાશ મિશ્રાની બહેનના લગ્ન 26 એપ્રિલના રોજ થવાના છે.

ચંદ્ર પ્રકાશ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો અને બહેનને લગ્નની ભેટ તરીકે એલઇડી ટીવી અને સોનાની વીંટી આપવા માંગતો હતો. જો કે તેની પત્ની છવી મિશ્રા વિરોધ કરી રહી હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને પત્નીએ તેના ભાઈ સહિત અન્ય ચાર-પાંચ લોકોને રામનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કદરાબાદ સ્થિત તેના પિયરથી બોલાવ્યા.

આ લોકોએ લાકડીઓ વડે ચંદ્ર પ્રકાશને માર માર્યો અને આને કારણે ગંભીર રીતે ઘાયલ ચંદ્ર પ્રકાશનું મોત થયુ. ત્યારે આ ઘટના બાદ ઘરમાં ચાલી રહેલી લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. પ્તાત જાણકારી અનુસાર, નારાજ પત્નીએ તેના ભાઈઓને ચંદ્ર પ્રકાશને પાઠ ભણાવવા માટે બોલાવ્યા હતા. છવીના ભાઈઓએ ચંદ્ર પ્રકાશને લગભગ એક કલાક સુધી લાકડીઓ વડે માર માર્યો અને તેને અર્ધ મૃત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.

File pic

આ ઘટના બાદ પોલીસે છવી અને તેના ભાઈઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. તમામ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, અધિકારીઓએ આ માહિતી આપી છે પરસ્પર વિવાદના કારણે જીવ લેવાની ઘટના ચોંકાવનારી છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

Shah Jina