બપ્પી લહેરી થયા પંચતત્ત્વમાં વિલીન ! દીકરાએ આપી મુખાગ્નિ, બપ્પી દાને તેમની જ સ્ટાઇલમાં આપવામાં આવી અંતિમ વિદાય

દિગ્ગજ સિંગર બપ્પી લહેરી હવે આપણી વચ્ચે રહ્યા નથી. આજે એટલે કે ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના પવન હંસ શ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા. તેમનું 69 વર્ષની ઉંમરે મંગળવારે નિધન થયુ હતુ. પંરતુ તેમનો દીકરો અમેરિકામાં હોવાને કારણે તેમના ગઇકાલે નહિ પરંતુ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમનો દીકરો બપ્પા લહેરી મોડી રાત્રે મુંબઇ પહોંચ્યો હતો.

બપ્પી લહેરીએ મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી દાએ અંતિમ શ્વાસ તેમની પુત્રી રીમાની બાહોમાં લીધા હતા. તેમની પુત્રી રીમાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઘરમાં તેના પિતાના પાર્થિવ દેહ પાસે રડતી જોવા મળી રહી છે.

તે પિતાના નિધનથી ઘણી તૂટી ગઇ છે. કાજોલ અને તેની માતા તનુજા, અલકા યાગ્નિક, રાકેશ રોશન, શાન, ચંકી પાંડે, અભિજિત ભટ્ટાચાર્ય, મૌસુમી ચેટર્જી, નીતિન મુકેશ, પદ્મિની કોલ્હાપુરે, ઇલા અરુણ, નીતુ ચંદ્રા, શિવાંગી કપૂર, રાજ મુખર્જી, બિશ્વજિત ચૅટર્જી, તનુજા, સોફ્ટી સોલ્યુશન. લલિત પંડિત, સાધના સરગમ, સુનીલ પાલ, વિજેતા પંડિત, પૂનમ ધિલ્લોન, કેકે ગોસ્વામી, શરબાની મુખર્જી, સાક્ષી તંવર અને સલમા આગા સહિત ઘણા સેલેબ્સ તેમના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

આ દરમિયાન તેમના ઘરની બહાર ચાહકોની ભીડ પણ હાજર હતી. આજે તેમની અંતિમ યાત્રામાં પણ ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા અને રસ્તા પર પણ લોકો તેમના અંતિમ દર્શન માટે ઊભેલા જોવા મળ્યા હતા. બપ્પી દાને તેમના પરિવાર અને પ્રિયજનોએ તે જ શૈલીમાં વિદાય આપી છે જે તે રહેતા હતા. બપ્પી દાના શરીર પર સોનાની ચેન અને કાળા ચશ્મા છે. તસવીરોમાં બપ્પી લહેરી સોનાની ચેન અને કાળા ચશ્મા પહેરેલા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Tashan (@bollywood_tashan)

આ બપ્પી દાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ હતું. પીઢ ગાયક કુમાર સાનુ તાજેતરમાં બપ્પી દાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. કુમાર સાનુના ચહેરા પર બપ્પી દાને ગુમાવવાની નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. બપ્પી લહેરીનો દીકરો બપ્પા લહેરી લોસ એન્જલસમાં રહે છે અને તે મુંબઈ પહોંચ્યો હતો જે બાદ બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

બપ્પી લહેરી પોતાને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન કહેતા હતા અને તેમણે ઘણા સુપરહિટ ગીતોને અવાજ આપ્યો હતો. બપ્પી દાની સ્ટાઈલ એવી હતી કે ઘણા ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ તેમની નકલ કરતા હતા. બપ્પી લહેરીનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ સ્ટાઈલના કારણે અલગ ઓળખ બનાવી હતી. બપ્પી દાએ ઇન્ડસ્ટ્રીમાં 48 વર્ષ સુધી કરિયર બનાવ્યુ હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તેમણે પોતાની કારકિર્દીમાં લગભગ 5,000 ગીતો કંપોઝ કર્યા. આમાં, તેમણે હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ગુજરાતી, મરાઠી, પંજાબી, ઉડિયા, ભોજપુરી, આસામી ભાષાઓ તેમજ બાંગ્લાદેશી ફિલ્મો અને અંગ્રેજી ગીતોની રચના કરી.

Shah Jina