નવા વર્ષના પહેલા મહિનામાં 14 દિવસ બેંકો રહેશે બંધ, ફટાફટ ચેક કરી લો લીસ્ટ

થોડા દિવસ બાદ 2021નું વર્ષ પુરુ થશે અને 2022ના નવા વર્ષની શરૂઆત થશે. એવામાં આપણે જાણવુ જરૂરી બને છે કે નવા વર્ષના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં કેટલી  રજાઓ બેંકમાં આવી રહી છે. નોંધનિય છે કે RBI દ્વારા જાન્યુઆરી મહિનામાં આવતી રજાઓની સૂચી બહાર પાડી દેવામાં આવી છે. તેથી જો તમારે બેંક સંબંધિત કોઈ કામ હોય તો પહેલા આ યાદી વાંચી લો નહીં તો તમારુ બેકિંગને લગતુ કામ ખોરવાઈ શકે છે.

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2022માં કુલ 14 રજાઓ આવી રહી છે. આ પ્રસંગે એ વાત યાદ રાખવી જરૂરી બની જાય છે કે દરેક રાજ્યમાં રજાઓ સરખી નથી હોતી. કેટલાક રાજ્યોમાં સ્થાનિક તહેવારોના કારણે ત્યાં રજાઓ હોય છે પરંતુ તે તહેવારોની અન્ય રાજ્યમાં રજાઓ હોતી નથી.

જાન્યુઆરીમાં 14 દિવસ બેંક બંધ રહશે : નોંધનિય છે કે, જાન્યુઆરીમાં આવતી રજાઓમાં 4 રવિવારની રજાઓ આવે છે. જો કે સમગ્ર ભારતમાં 14 દિવસ બેંકો બંધ નહીં રહે. RBI દ્વારા બહાર પાડવામાં આવેલી રજાઓની યાદી મુજબ આ રજાઓ અલગ અલગ રાજ્યોમાં ભિન્ન છે. આ બધી રજાઓ દરેક રાજ્યને લાગુ નથી પડતી. એટલુ જ નહીં RBIની માર્ગદર્શિકા પ્રમાણે મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકમાં રજા રહે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે ક્યાં ક્યાં દિવસે બેંકના કામકાજ બંધ રહેશે, જેથી તમારા બેંકને લગતા કામ ન અટવાય.

તારીખ- દિવસ- તહેવાર

  • 1 જાન્યુઆરી- શનિવાર- સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણી
  • 2 જાન્યુઆરી- રવિવાર- સમગ્ર દેશમાં રજા
  • 3 જાન્યુઆરી- સોમવાર- સિક્કિમ રાજ્યમાં નવુ વર્ષ અને લાસુંગની રજા રહેશે

  • 4 જાન્યુઆરી- મંગળવાર- સિક્કિમ રાજ્યમાં લાસુંગ પર્વની રજા રહેશે
  • 9 જાન્યુઆરી- રવિવાર- ગુરુ ગોવિંદ સિંહ જયંતિ અને રવિવારની સમગ્ર દેશમાં રજા
  • 11 જાન્યુઆરી- મંગળવાર- મિઝોરમમાં મિશનરી દિવસની રજા

  • 12 જાન્યુઆરી- બુધવાર- સ્વામી વિવેકાનંદ જયંતિના કારણે રજા
  • 14 જાન્યુઆરી- શુક્રવાર- મકરસંક્રાંતિના કારણે ઘણા રાજ્યોમાં રજા રહેશે
  • 15 જાન્યુઆરી- શનિવાર- પોંગલના કારણે આંધ્રપ્રદેશ, પુડુચેરી અને તમિલનાડુમાં રજા
  • 16 જાન્યુઆરી- રવિવાર- સમગ્ર દેશમાં વિકેન્ડની રજા

  • 23 જાન્યુઆરી- રવિવાર- સુભાષ ચંદ્ર બોઝ જયંતિ અને વિકેન્ડની રજા
  • 25 જાન્યુઆરી- મંગળવાર- હિમાચલ પ્રદેશ રાજ્યનો સ્થાપના દિવસ
  • 26 જાન્યુઆરી- બુધવાર- પ્રજાસત્તાક દિવસની સમગ્ર દેશમાં રજા
  • 31 જાન્યુઆરી- સોમવાર- આસામમાં રજા

 

YC