ઇશ્ક કે પછી દગો…બાંગ્લાદેશની જુલીએ પહેલા અપનાવ્યો હિંદુ ધર્મ અને પછી સરહદ પાર લઇ ગઇ પતિને… હવે લવ સ્ટોરીમાં આવ્યો એવો ખૌફનાક વળાંક કે…

સીમાની જેમ સરહદ પારથી આવી જુલી, હિંદુ બનીને કર્યા લગ્ન અને પછી પતિને લઇ ગઇ પોતાની સાથે, હવે સાસુને મોકલ્યા ખૌફનાક ફોટો

Julie marries Moradabad’s Ajay : ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી પાકિસ્તાનની સીમા હૈદર જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પાડોશી દેશ બાંગ્લાદેશની રહેવાસી જુલી ફેસબુક પર પ્રેમમાં પડ્યા બાદ મુરાદાબાદમાં રહેતા તેના પ્રેમી અજય પાસે આવી અને પછી તેણે સનાતન ધર્મ અપનાવીને પ્રેમી સાથે લગ્ન કર્યા. જો કે, થોડા સમય બાદ તે ઘરે પરત ફરી હતી. આ પછી જુલીએ અજયને કોઈ બહાને બાંગ્લાદેશ બોલાવ્યો. હવે જુલીએ લોહીથી લથપથ અજયનો ફોટો મુરાદાબાદમાં રહેતા તેના પરિવારને મોકલ્યો છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

બાંગ્લાદેશની જુલી મુરાદાબાદના અજય માટે આવી ભારત
મુરાદાબાદમાં એક મહિલાએ SSPને અરજી આપી અને તેમાં મહિલાએ પુત્રને બાંગ્લાદેશથી પરત લાવવા માટે મદદ માંગી છે. તે કહે છે કે લગભગ બે-ત્રણ મહિના પહેલા તેનો પુત્ર અજય જુલી નામની બાંગ્લાદેશી મહિલા સાથે વોટ્સએપ પર ચેટ કરતો હતો. આ પછી બાંગ્લાદેશી જુલી 3 મહિના પહેલા તેની 11 વર્ષની પુત્રી હલીમા સાથે મુરાદાબાદ આવી અને ત્યારબાદ થોડો સમય રહીને મુસ્લિમ ધર્મ છોડી હિંદુ ધર્મ અપનાવ્યો. એટલું જ નહીં તેણે અજય સાથે હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન પણ કર્યા.

અજય બોર્ડર ક્રોસ કરીને પહોંચ્યો બાંગ્લાદેશ 
યુવકની માતાએ જણાવ્યું કે, બાંગ્લાદેશી મહિલા જૂલી તેના વિઝા વધારવા બાંગ્લાદેશ જવા મુરાદાબાદથી નીકળી અને પુત્ર અજય પણ તેની સાથે ગયો. થોડા દિવસો પછી અજયે ફોન કરીને કહ્યું કે તે ભૂલથી બોર્ડર ક્રોસ કરીને બાંગ્લાદેશ પહોંચી ગયો હતો. ફરિયાદી મહિલા સુનિતાનું કહેવું છે કે તેના પુત્ર અજયને થોડા સમય પહેલા ફોન આવ્યો હતો કે તે બાંગ્લાદેશમાં છે અને 10-15 દિવસમાં પાછો આવશે. પરંતુ થોડા દિવસો પછી, અજયનો ફરીથી ફોન આવ્યો અને માતા પાસે પૈસાની માંગ કરી અને પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો.

અજયના લોહીથી લથબથ ફોટા મોકલાયા
જો કે, તે પછી ફરિયાદીના વોટ્સએપ પર પુત્ર અજયના લોહીથી લથબથ ફોટા મોકલાયા. તસવીરો જોઈને યુવકની માતા ગભરાઈ ગઈ છે અને મુરાદાબાદ એસએસપીને તેના પુત્રને પરત લાવવા માટે વિનંતી કરી રહી છે. અજયની માતા સુનીતાએ પુત્રવધૂ જુલી વિરુદ્ધ મુરાદાબાદ પોલીસમાં ફરિયાદ કરી છે. તેમણે કહ્યુ કે અજય મુરાદાબાદમાં ગાડી ચલાવતો હતો. તેણે જુલી સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી હતી. અજય જૂલીને બોર્ડર સુધી ડ્રોપ કરવા ગયો પરંતુ એક એજન્ટ મારફતે અજય જૂલીને લઈને બાંગ્લાદેશ પહોંચ્યો હતો.

પોલિસ કરી રહી છે તપાસ
તેણે મુરાદાબાદ પોલીસને અજયની સુરક્ષા માટે વિનંતી કરી. પોલીસ હાલ તો સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આરોપ છે કે જુલી ફોન ઉપાડતી નથી. લોકો ટીવી ચેનલો પર પાકિસ્તાનની સીમા અને ગ્રેટર નોઈડાના સચિનની લવસ્ટોરી જોઈ રહ્યા છે. આ દરમિયાન યુપી એટીએસ સતત બીજા દિવસે બંનેની પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સચિનનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં સૈનિક છે જ્યારે તેના કાકા સુબેદાર છે.

Shah Jina