ચેતવણીરૂપ કિસ્સોઃ મામાના ઘરે આવેલી દોઢ વર્ષની ભાણીનું મોઢું ફસાતાં મોત, પરિવાર આઘાતમાં…ચારેકોર છવાયો માતમ

કરુણ મોત: મામાના ઘરે આવેલી દોઢ વર્ષની ભાણીનું નળમાં મોંઢું ફસાઈ જતાં મોત

ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારી ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં બનાસકાંઠાના કાંકરેજમાંથી એક ઘટના સામે આવી જેણે રૂંવાડા ઉભા કરી દીધા. દોઢ વર્ષની બાળકીનું બોરની પાઈપમાં મોઢું ફસાઈ જતા તેનું મોત નીપજ્યું. બાળકી રમી રહી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ અને તે મોતને ભેટી. માસૂમ બાળકીનું મોત થતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં માતમ છવાયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, મહેસાણાના મગુના ગામની પરણિતા પિયરમાં પ્રસંગ હોવાથી બનાસકાંઠાના કાંકરેજના આકોલી ગઇ હતી, આ દરમિયાન તેની દોઢ વર્ષની બાળકીનું મોઢું ખેતરમાં રહેલી બોરની પાઈપમાં ફસાઈ જતા તે મોતને ભેટી હતી. ત્યારે વ્હાલી દીકરીનું મામાના ઘરે મોત થયાની જાણ થતાં મહેસાણાના મગુનામાં પણ શોકની લાગણી છવાઈ હતી. બાળકીના મૃતદેહને માદરે વતન મગુનામાં લઈ જવામાં આવ્યો હતો.

કાંકરેજના આકોલીના પૂર્વ સરપંચ ગાંડાજી ભારતસિંહના મોટા પુત્ર શંકરસિંહ ગોડાજી વાઘેલાની દીકરી ખુશ્બુકુવરબાના લગ્ન મહેસાણાના મગુના ગામે થયા હતા. જો કે, આકોલીમાં શ્રી રાધા કૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિનો પુરો થતા પહેલીવાર પૂનમના અવસર પર ગ્રામજનો દ્વારા જમણવાર રાખવામાં આવ્યો હતો.

જેને પગલે પ્રસાદ અને દર્શનનો લાભ લેવા ખુશ્બુકુવરબા દોઢ વર્ષની દીકરી આદ્યશ્રીબા સાથે આવી હતી. ત્યારે આદ્યશ્રીબા સાંજે ખેતરમાં રમી રહી હતી અને આ સમયે તેનું મોઢું ફસાતા કરુણ મોત નિપજ્યુ. મામાના ઘરે આવેલ ભાણીબા આદ્યશ્રીબાનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો હતો.

Shah Jina