પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા! પાછળથી એવું રહસ્ય ખુલ્યું કે વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો

જુવાન દીકરાની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢ્યું…ડીસામાં આત્મહત્યા પાછળનું કારણ જાણીને અચંબામાં પડી જશો

સમગ્ર રાજ્યમાંથી આપઘાતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, કોઈ આર્થિક તંગીમાં આવીને આપઘાત કરી લે છે તો કોઈ પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે આપઘાત કરી લેતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્ફળતા મળતા પણ આપઘાત કરી લેતા હોય છે પરંતુ હાલ ડીસામાં એક યુવકે પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જવાના કારણે આપઘાત કરી લીધો હોવાનું દુઃખદ ખબર સામે આવી રહી છે.

વિધાર્થીના આપઘાત બાદ કોલેજના અન્ય વિધાર્થીઓએ હોબાળો મચાવ્યો છે અને વિધાર્થીના આપઘાત માટે કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે અને જો ૧૨ દિવસમાં આચાર્ય સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ  ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓએ બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર કર્યો હતો પ્રોફેસર અને પ્રિન્સિપાલ સામે કોલેજના ટ્રસ્ટીઓે દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે આવેલી ભારત નર્સિંગ કૉલેજમાં બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં પરેશ પૂંજાભાઈ સુથાર નામના વિદ્યાર્થી કોલેજમાં પરીક્ષા દરમિયાન ચોરી કરતા પકડાઈ ગયો હતો જેના કારણે આચાર્ય તેની પાસે માફીનામું લખાવી તેના વાલીને બોલાવી ઠપકો આપ્યો હતો.

આ ઘટનાથી આઘાત પામેલા વિધાર્થીએ ઘટનાના ત્રણ દિવસ બાદ સાબરમતી રિવર ફ્રન્ટ પાસે કેનાલમાં કૂદી અને આપઘાત કરી લીધો હતો. જેના બાદ કોલેજના અન્ય વિધાર્થીઓએ  હોબાળો મચાવ્યો હતો. પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને માર મરાતા અને બાદમાં કોલેજમાંથી કાઢી મુકવામાં આવતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ વિધાર્થીઓએ લગાવ્યો હતો.

Niraj Patel