લો બોલો મ્યુઝિયમ જોવા માટે ગયો હતો વિદ્યાર્થી, ભૂખ લાગી તો દીવાલ પર લગાવેલું કેળું ખાઈ ગયો, પછી ખબર પડી કિંમત તો હોશ ઉડી ગયા… જુઓ વીડિયો ?

મ્યુઝિયમમાં ચોંટાડેલું 98 લાખ રૂપિયાનું કેળું ભૂલમાં જ ખાઈ ગયો આ છોકરો, આયોજકોને ખબર પડી તો લમણે હાથ મૂકીને બેસી ગયા, જુઓ વીડિયો

banana artwork worth 98 lakhs : આપણે ત્યાં એક કહેવત છે, “ઊંઘ ના જુએ તૂટ્યો ખાટ, ભૂખ ના જુએ સૂકો ભાત”. માણસને જયારે ભૂખ (hungry) લાગે છે અને આસપાસ જયારે કઈ જ ખાવાનું ના હોય ત્યારે તે જે મળે તે ખાઈ લેતો હોય છે. પરંતુ  દક્ષિણ કોરિયા (south korea) ની રાજધાની સિઓલ (Seoul) ના એક મ્યુઝિયમમાં એક વિચિત્ર ઘટના બની. જ્યારે એક છોકરો કંઈપણ ખાધા વગર મ્યુઝિયમની મુલાકાત લેવા આવ્યો.

આ છોકરાને જ્યારે ખૂબ ભૂખ લાગી ત્યારે તેણે મ્યુઝિયમની દિવાલ પર મૂકેલું કેળું ખાધું.  ત્યારે સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તે કેળાની કિંમત 98 લાખ હતી. મ્યુઝિયમ જોવા ગયેલા વિદ્યાર્થીને એટલી ભૂખ લાગી કે તે પોતાના પર કાબૂ ન રાખી શક્યો અને તેણે વિચાર્યા વગર મ્યુઝિયમમાં રાખવામાં આવેલ કેળું ખાઈ લીધું. બાદમાં ખબર પડી કે તે માત્ર કેળું નહીં પણ એક આર્ટ પીસ છે, જેની કિંમત 98 લાખ રૂપિયા છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વિદ્યાર્થી ખુશીથી મ્યુઝિયમમાં રાખેલા કેળાને ટેપમાંથી કાઢે છે અને વિચાર્યા વગર ખાય છે. વાસ્તવમાં આ મામલો દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલનો છે. લ્યુમ મ્યુઝિયમ ઑફ આર્ટમાં ઇટાલિયન આર્ટિસ્ટ મૌરિઝિયો કૅટેલનનું એક આર્ટવર્ક હતું. તે ખૂબ જ મહેનત સાથે તૈયાર કરવામાં આવી હતી. કેળાને ટેપની મદદથી દિવાલ પર ચોંટાડી દેવામાં આવ્યું હતું.

જ્યારે વિદ્યાર્થીએ તે જોયું, ત્યારે તેને ભૂખ લાગી, પછી શું… વિચાર્યા વિના, તેણે 1 મિનિટમાં આર્ટવર્ક ઉઠાવી લીધું. આ સિવાય વિદ્યાર્થીએ કેળાની છાલને ટેપ વડે લટકાવી દીધી હતી. આ વિદ્યાર્થીનું નામ નોહ હુએન સૂ છે. જ્યારે મ્યુઝિયમના અધિકારીઓએ નોહ હ્યુન સૂ નામને પૂછ્યું કે તેણે કેળું કેમ ખાધું, તો સૂએ કહ્યું કે તેણે નાસ્તો કર્યો ન હતો, તેથી જ્યારે તેને ભૂખ લાગી ત્યારે તેણે કેળું ખાધું.

નોહ હ્યુન સૂ સિઓલ યુનિવર્સિટીમાં આર્ટસનો વિદ્યાર્થી છે. આ પછી, મ્યુઝિયમના અધિકારીઓએ છોકરાને કોઈપણ સજા કર્યા વિના જવા દીધો. મ્યુઝિયમના અધિકારીઓએ બીજું કેળું લાવીને દિવાલ પર ચોંટાડી દીધું. મ્યુઝિયમના લોકો દર ત્રણ દિવસે મોરિઝિયોની આર્ટવર્કમાં વપરાતા કેળાને બદલે છે.

Niraj Patel