હવે તો હદ થઈ હો! જે શૂઝને જોવા ન ગમે તેને કંપની લાખો રૂપિયામાં વેચી રહી છે

આ ફાટેલા શૂઝમાં એવું તે શું છે કે લોકો લાખો રૂપિયામાં ખરીદી રહ્યા છે

આજે માર્કેટમાં એકથી એક ચઢીયાતી બ્રાન્ડના શૂઝ મળી રહ્યા છે. જેની કિંમત લાખો રૂપિયા સુધીની હોય છે. પરંતુ આજે અમે જે શૂઝ વિશે વાત કરી રહ્યા છીએ તેની વાત કઈંક અલગ છે. કારણ કે જે શૂઝ જોતા જ તમને સુગ ચડે તેને લાખો રૂપિયામાં કંપની વેચી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ લગ્ઝરી બ્રાન્ડ બાલેનિયાગાની જેમણે ફાટેલા બુટ માર્કેટમાં ઉતાર્યા છે. આ ફાટેલા બુટની કિંમત એટલી છે કે તેની કિંમતમાં એક ફોર વ્હિલ આવી જાય.

બાલેનિયાગાના નવા સુપર ડિસ્ટ્રેસ્ડ શૂઝને જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે. આવા શૂઝને પેરિસ સ્નીકર કલેક્શન કહેવામાં આવે છે. હાલમાં કંપનીએ માત્ર 100 જોડી શૂઝ માર્કેટમાં ઉતાર્યા છે. તે તમામ શૂઝ ફાટેલા છે. આ ફાટેલા બાલેનિયાગા શૂઝની કિંમત 1850 ડોલર ( અંદાજે 1,43,000 રૂપિયા) છે.

તમને જણાવી દઈએ કે આ ફાટેલા શૂઝ વિશ્વભરમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. Balenciaga એ આ ફાટેલા શૂઝના આઈડિયા વિશે સમજાવતા એક લેખ લખ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર માર્કેટમાં આવેલા આ નવા શૂઝ પહેરેલા અને ફાટેલા છે અને જાણી જોઈને તેને ખરાબ કરવામાં આવ્યા છે.

આ શૂઝ ફાટેલા તુટેલા છે, કારણ કે આ એક ક્લાસિક ડિઝાઈન છે જે મધ્ય શતાબ્દીના એથલેટિસ્ઝ્મ જેવા દેખાય છે. આ શૂઝ કાળા, સફેદ અને લાલ રંગના છે, જેમા સફેદ રબ્બર લાગેલા છે અને પગની આંગળીનો ભાગ બહાર દેખાશે. ફાટેલા શૂઝની કેનવાસ અને રફ એજ્ડ સાથે ફિનિશિંગ કરવામાં આવી છે, જે જૂના લૂકને દર્શાવે છે. આ કલેક્શન લેશ અપ સ્ટાઈલમાં આવે છે, અથવા તો હાઈ ટોપ કે બેકલેસ, અને તેનો મતલબ એવો છે કે આખી જિંદગી પહેરવામાં આવતા શૂઝ.

 

View this post on Instagram

 

A post shared by Diet Prada ™ (@diet_prada)

Balenciagaની સત્તાવાર વેબસાઈટમાં જણાવ્યા પ્રમાણે આ સ્નીકર્સ સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવેલા કપાસ અને રબરથી બનાવવામાં આવ્યા છે. Balenciagaના શૂઝ તેની સત્તાવાર વેબસાઈટ દ્વારા આખી દુનિયામાં ઉપલબ્ધ છે. જો કે આ શૂઝ યુરોપિયન બજારમાં પહેલાથી જ હાજર છે. સંયુક્ત રાજ્ય અમેરિકા અને મિડિલ ઈસ્ટના સ્ટોરમાં 16 મે અને જાપાનમાં 23મેથી ઉપલબ્ધ થશે.

YC