પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં ઉજવાઈ પહેલી હોળી, રામલલાએ હાથમાં ધારણ કરી પિચકારી, ફાગણી ગીતોથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર, જુઓ

500 વર્ષ પછી પહેલીવાર અયોધ્યામાં રામલલાને લગાવવામાં આવ્યું ગુલાલ, ભક્તોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ, જુઓ તસવીરો

Balak Ram Played Holi In His New Temple : દેશભરમાં હોળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આખા દેશમાં રંગોની ધૂમ જોવા મળી. ત્યારે થોડા સમય પહેલા જ અયોધ્યામાં રામ મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા થઇ અને ત્યાં પણ પહેલી હોળી ઉજવાઈ. ભગવાન રામે પોતાના નવા મંદિરમાં હોળી રમી હતી. ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષ પ્રતિપદાની તારીખે, ભગવાન રામે સૌપ્રથમ ફૂલોથી હોળી રમી હતી. બાદમાં મંદિરના પૂજારીઓએ તેમના પર ગુલાલ લગાવ્યો હતો.

રામ મંદિરમાં રમાતી હોળીની સૌથી ખાસ વાત એ હતી કે બાળ રામના હાથમાં એક મોટી પિચકારી આપવામાં આવી હતી, જેનાથી તેમણે હોળી રમી હતી. અવધ પ્રદેશમાં હોળીના અવસરે ગાયેલા ફાગણી ગીતો સાંભળીને ભગવાન રામનો ચહેરો ચમકી ઉઠ્યો. મંદિરનું આ દ્રશ્ય જોઈને ભક્તો ભાવુક થઈ ગયા હતા. હોળી નિમિત્તે રામ મંદિરમાં છેલ્લા બે દિવસથી સતત વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા હતા. આ કાર્યક્રમો આઠો ચૈતી (હોળી રમવા માટે સનાતન ધર્મમાં એક સપ્તાહનો વિશેષ સમય) સુધી ચાલુ રહેશે.

આ જ ક્રમમાં ભગવાને સોમવારે પણ હોળી રમી હતી. આજે મંગળવારે ભક્તોએ મંદિરમાં હોળીના ગીતો ગાઈને રામલલાની ભક્તિ માણી હતી. મંદિર પ્રશાસન સાથે જોડાયેલા VHP નેતા શરદ શર્માએ અમર ઉજાલાને જણાવ્યું કે હોળીના અવસર પર રામ મંદિરમાં અલગ-અલગ કાર્યક્રમો સતત ચાલી રહ્યા છે. રામલલાના દર્શન માટે આવતા ભક્તો રામના દર્શન તેમજ અવધના લોકગીતો અને ફાગુઆ ગીતોનો આનંદ માણી રહ્યા છે. જેના કારણે લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

શરદ શર્માએ કહ્યું કે રામ નવમી પર મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી શકે છે. જેને ધ્યાનમાં રાખીને ભક્તોને ભગવાનના દર્શન કરવામાં કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભક્તોની અવરજવર, તેમના રોકાણ અને અન્ય તમામ સુવિધાઓ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસનના સહયોગથી દરેક સ્તરે સુરક્ષા સઘન કરવામાં આવી રહી છે.

Niraj Patel