મનોરંજન

બજરંગ દળે કરીનાના સીતા રોલ પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ- બધી વખતે મુસ્લિમ જ…

કરીના કપૂર ‘સીતા’ રોલમાં જાણો શું શું કહ્યું…મિત્રો તમારો વિચાર પણ જણાવજો

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ઘણીવાર ચર્ચામાં રહે છે, કયારેક તે તેની પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે તો કયારેક પર્સનલ લાઇફને લઇને. પરંતુ આ વખતે તેની અપકમિંગ ફિલ્મ અને તેના પાત્રને લઇને તે ચર્ચામાં છે.

કરીના કપૂર આ દિવસોમાં ફિલ્મમાં ‘સીતા’ના રોલને લઇને ચર્ચામાં છે ફિલ્મ હજી તો ફ્લોર પર આવી નથી પરંતુ તેની ચારેબાજુથી વિરોધ શરૂ થઇ ગયો છે. કેટલાક હિંદુ સંગઠનોએ કરીનાના સીતા માતાના રોલને લઇને આપત્તિ દર્શાવી છે. તેમાં બજરંગ દળનું નામ પણ જોડાઇ ગયુ છે.

બજરંગ દળે ડીએમ આવેદન આપતા ચેતવણી આપી છે અને કહ્યુ કે જો આ ફિલ્મ બની તો તેનો મોટો વિરોધ કરવામાં આવશે. આવેદનમાં કરીના કપૂરની અને તેની અજમેર દરગાહની તસવીર પણ સામેલ કરી છે.

એક કાર્યકર્તાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે, હિંદુ સમાજ ઉપર બોલિવુડમાં વારંવાર ફિલ્મો બની, જેમાં તાંડવ પણ સામેલ છે, તેમાં કરીના કપૂરના શૌહર સૈફ અલી ખાન જોવા મળ્યા હતા. હવે સીતા આવી રહી છે,

જેમાં કરીના કપૂર ખાન છે. વારંવાર મુસ્લિમ સમાજના લોકો હિંદુ ચરિત્રોને કેમ નિભાવે છે. તેમણે કહ્યુ કે, જો આ ફિલ્મ બની તો તેનો ખૂબ જ વિરોધ કરવામાં આવશે.

આ પહેલા પણ કરીના કપૂર ખાનને સોશિયલ મીડિયા દ્વારા ટ્રોલ કરવામાં આવી ચૂકી છે. યુઝરે કહ્યુ હતુ કે આ પવિત્ર રોલ માટે તે ઠીક નથી, તેની જગ્યા પર કઇ હિંદુ અભિનેત્રીને આ રોલ મળવો જોઇએ. આ સાથે જ સોશિયલ મીડિયા પર #BoycottKareenaKhan ટ્રૈંડ થયુ હતુ.