આ જગ્યાએ મળે છે બાહુબલી પાણીપુરી, ખાતા ખાતા નાકે આવી જશે દમ, વીડિયો જોઈને તમારું પણ મન લલચાઈ જશે

સોશિયલ મીડિયામાં રોજ બરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, તેમાં પણ આજે તો ફૂડ બ્લોગરનો રાફડો ફાટ્યો છે અને તે પોતાના સોશિયલ મીડિયામાં ફૂડ બ્લોગીંગ કરતા હોય છે, જેમાં ખાવાની ઘણી એવી વાનગીઓ જોવા મળે છે જે જોઈને મોઢામાં પણ પાણી આવી જાય. ત્યારે હાલ એક બાહુબલી પાણીપુરીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પાણીપુરી એવી વસ્તુ છે જેને જોઈને દરેક વ્યક્તિના મોઢામાં પાણી આવી જાય. પરંતુ શું તમે ક્યારેય બાહુબલી પાણીપુરી જોઈ છે ? હાલ સોશિયલ મીડિયાના એક વાયરલ વીડિયોની અંદર બાહુબલી પાણીપુરી જોવા મળી રહે છે, જે જોવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગી રહી છે, પરંતુ તે ખાતા ખાતા નાકે દમ ચોક્કસ આવી જશે.

આ પાણીપુરી નાગપુરમાં મળે હ્ચે. જેની સાઈઝ એટલી મોટી હોય છે કે તમે તેને એકવારમાં ખાઈ જ ના હસકો. આ પાણીપુરીને જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી જશે. તેને ખાવા માટે સોશિયલ મીડિયામાં પણ લોકો ખુબ જ ઉત્સાહિત નજર આવી રહ્યા છે. આ બાહુબલી પાણીપુરીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ પાણીપુરીની સૌથી ખાસ વાત એ છે કે તેમાં પાંચ પ્રકારના પાણી નાખવામાં આવ્યા છે. જેને જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને તેના ખાવા માટે મન લલચાય. વીડિયોમાં જોઈ શકાય છે કે પાણીપુરી વાળો પહેલા પોતાના હાથમાં એક પુરી લે છે. જેમાં 5 પ્રકારના પાણી નાખે છે અને તેના ઉપર બટાકાના માવાનો પહાડ બનાવે છે. સૌથી છેલ્લે પહાડ ઉપર દહીં, નમકીન, દાઢમ, ધાણા નાખે છે અને હવે તે પાણી પુરી ખાવા માટે તૈયાર થઇ જાય છે.

Niraj Patel