પતિના મરતા જ વહુએ સસરા સાથે કરી લીધા લગ્ન? સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ મચી ગયો હંગામો – જાણો સત્ય

સસરાએ 20 વર્ષ નાની વહુ સાથે મંદિરમાં કર્યા લગ્ન? વાયરલ વીડિયોની સચ્ચાઈ જાણો

સોશિયલ મીડિયા એ વાયરલ વીડિયોનું એક મોટુ હબ બની ગયુ છે. દરરોજ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાંના કેટલાક ચોંકાવનારા કેટલાક ફની તો કેટલાક લગ્નના હોય છે. હાલમાં કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે એક વૃદ્ધ વ્યક્તિએ તેની વહુ સાથે લગ્ન કર્યા છે. વીડિયોમાં તે વ્યક્તિ કહેતો જોઈ શકાય છે કે તેણે તેના પુત્રના મૃત્યુ બાદ આવું પગલું ભર્યું.

જેમાં જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે શું તેણે પોતાની મરજીથી વૃદ્ધ સાથે લગ્ન કર્યા છે? તેથી તેણે પણ હા કહ્યુ. પરંતુ આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો. વીડિયોમાં એક વૃદ્ધ પોતાની વહુ સાથે લગ્ન કરતા દેખાઈ રહ્યા છે. જો કે, જ્યારે છોકરીને પૂછવામાં આવ્યું કે તેણે વૃદ્ધ સાથે લગ્ન કેમ કર્યા, તો તે કહે છે કે તેના સિવાય તેની સંભાળ રાખનાર કોઈ નથી.

આ વીડિયો ટ્વિટર પર કૅપ્શન સાથે વાયરલ થયો છે, “બેટા માર ગયા તો સસુર ને બહુ સે શાદી કર લી.” વીડિયોનું લાંબુ વર્ઝન YouTube પર ઉપલબ્ધ છે જેમાં ક્લિપની સામગ્રી “કાલ્પનિક” હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાડા ​​છ મિનિટના આ વીડિયોને એક યુઝરે “સસરાએ તેની વહુ સાથે લગ્ન કર્યા, આ કેપ્શન સાથે પોસ્ટ કર્યો હતો. જો કે, વીડિયોના અંતમાં અસ્વીકરણ સ્પષ્ટપણે જણાવે છે કે વિડિયો એકદમ કાલ્પનિક છે.

Shah Jina