કરોડોની સંપત્તિના છે માલિક “તારક મહેતા”ના બાઘાભાઈ, ગુજરાતી ફિલ્મમાં પણ કરી ચૂક્યા છે કામ,એક દિવસની લે છે આટલી ફિસ

કયારેક ચાર હજારની નોકરી કરતા હતા “તારક મહેતા”ના બાઘા,એક દિવસની લે છે આટલી ફિસ,જાણો કેવી છે લાઇફસ્ટાઇલ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. થોડા સમય પહેલા આ શોના 3 હજાર એપિસોડ પુરા થયા હતા. આ શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. આ શોના બધા કલાકારો દર્શકોના દિલ પર રાજ કરે છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોના બધા કલાકારોને આમ તો ઘણો પ્રેમ મળે છે. આમાંથી જ એક છે, જેઠાલાલની ગડા ઇલેકટ્રોનિક્સમાં કામ કરતા બાઘાભાઇ. (તમામ તસવીરો સૌ: સોશિયલ મીડિયા)

બાઘાભાઇનું નામ તન્મય વેકરિયા છે. આ રોલને મજાકિયા અંદાજ માટે ઘણો પસંદ કરવામાં આવે છે. તન્મય વેકરિયા ગુજરાતના રહેવાસી છે. તેમના પિતા પણ એભિનેતા રહ્યા છે અને તેમણે ઘણા ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યુ છે.

શોમાં બાઘાભાઇ દર્શકોને ઘણિ હસાવે છે. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે, તન્મય અભિનય પહેલા બેંકમાં નોકરી કરતા હતા. જનસત્તાના રીપોર્ટ અનુસાર, આ શો પહેલા તન્મય કોટક મહિંદ્રા બેંકમાં માર્કેંટિંગ એક્ઝિકયૂટિવ તરીકે કામ કરતા હતા. જેેના માટે તેમને 4 હજાર રૂપિયા સેલેરી મળતી હતી.

જોકે, તન્મયને શરૂઆતથી જ અભિનયનો શોખ હતો. તેમણે તેમનો શોખ પૂરો કરવા માટે બેંકની નોકરી છોડી અને અભિનયમાં હાથ અજમાવ્યો. તે બાદ તેમનુ જીવન બદલાઇ ગયુ.

એક ઇન્ટરવ્યુ દરમિયાન તન્મયને પૂછવામાં આવ્યુ હતુ કે, આ પાત્ર માટે તેમને પાછળ તરફ વળવુ પડે છે અને થોડુ ત્રાસુ પણ નમવુ પડતુ હોય છે. આવું કરવા પર તેમને કોઇ દર્દ કે પરેશાની થાય છે ?  આ પર બાઘાએ જવાબ આપતા કહ્યુ કે, તે તેમના રોલને ઇમાનદારી અને નિષ્ઠાથી નિભાવે છે. તેમનું ધ્યાન આના પર કયારેય જતુ નથી કે તેમને દર્દ થઇ પણ રહ્યુ છે કે નહિ.

તન્મયને પરિવાર સાથે સમય વીતાવવો ઘણો પસંદ છે. શુટિંગ બાદ તેઓ જયારે પણ સમય મળે ત્યારે પરિવાર સાથે ક્વોલિટી સમય વીતાવે છે. સામાન્ય રીતે તે પરિવાર સાતે સમય વીતાવતી તસવીર પણ શેર કરે છે.

જનસત્તાના રીપોર્ટ અનુસાર તન્મય પાસે 3 કરોડની સંપત્તિ છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોમાં એક દિવસના શુટિંગ માટેની 22 થી 24 હજાર રૂપિયા ફિસ લે છે.

તન્મય વેકરિયાએ આ પહેલા ગુજરાતી કોમેડી નાટકમાં કામ કર્યુ હતુ. આ ઉપરાંત તે વર્ષ 2017માં રિલીઝ થયેલ ફિલ્મ સમય ચક્ર ટાઇમ સ્લોટમાં પણ જોવા મળ્યો હતો. બાઘાનો રોલ તન્મયને સરળતાથી શોમાં મળી ગયો હોય એવુ નથી, આ પહેલા તેણે અન્ય રોલ પ્લે કર્યા છે. ત્યારબાદ વર્ષ 2010માં બાઘાનું પાત્ર બન્યુ અને ત્યારથી તે દર્શકો વચ્ચે ખુબ લોકપ્રિય છે.

Shah Jina