“બાગેશ્વર બાબા 10 દિવસથી રોજ પોતાના માણસને માફી માંગવા મોકલે છે..તે પોતે ડરપોક અને દેશદ્રોહી છે…” તેજ પ્રતાપનું નવું નિવેદન આવ્યું સામે

તેજ પ્રતાપનો નવો વીડિયો આવ્યો સામે, બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર પંડિતને કહ્યા ડરપોક, અને હિન્દૂ મુસ્લિમને લડાવનારા, જુઓ

Bageshwar Baba vs Tej Pratp: બાગેશ્વર ધામ (Bageshwar dham) ના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (pandit dhirendra shastri) છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. ત્યારે હાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અને બિહારના મંત્રી તેજ પ્રતાપ યાદવ (tej pratap yadav) વચ્ચે પણ ઘમાસાણ ચાલી રહ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી 12 મેના રોજ પટના પહોંચશે. જ્યાં 13 મેથી 17 મે દરમિયાન ભાગવત કથાનો કાર્યક્રમ યોજાનાર છે.

બાગેશ્વર બાબા ભલે હજુ બિહાર પહોંચ્યા ન હોય, પરંતુ બિહારમાં તેમને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. મહાગઠબંધન અને ભાજપના નેતાઓ આમને-સામને છે. આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના બિહાર આવવાના વિરોધમાં મંત્રી તેજ પ્રતાપ યાદવ ફરી એકવાર ખુલ્લેઆમ સામે આવ્યા છે. આરજેડી ચીફ લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે તો ધીરેન્દ્ર શાસ્ત્રીને કાયર અને દેશદ્રોહી કહ્યા હતા.

પટનામાં પત્રકારો સાથે વાતચીત કરતા તેજ પ્રતાપ યાદવે કહ્યું કે બાગેશ્વર ધામના લોકો અમારી પાસે માફી માંગે છે. તેમણે કહ્યું કે દરરોજ તેમના લોકો ગેટ પર આવી રહ્યા છે. માફી માંગી રહ્યા છે તેજ પ્રતાપ યાદવે દાવો કર્યો છે કે તેઓ બહુ જલ્દી પોતાનો વીડિયો જાહેર કરશે. આ દરમિયાન તેજ પ્રતાપ યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રીને કાયર અને દેશદ્રોહી કહ્યા.

આ પહેલા તેજ પ્રતાપ યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રીની મુલાકાતનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવે ટ્વીટ કર્યું હતું કે જે લોકો ધર્મને ટુકડાઓમાં વહેંચે છે તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી ભાઈઓ છે. બિહારમાં ધાર્મિક સંવાદિતાને ખલેલ પહોંચાડવા માટે કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં, જો બાબા બાગેશ્વર આવું કરવા આવશે તો બિહારની જનતા આવું થવા દેશે નહીં.

Niraj Patel