સુરતમાં બાબાની ભક્ત કિરણ પટેલે ખુલાસો કરતા કહ્યું, ધીરેન્દ્ર શાસ્ત્રી મને માતા સમાન માને છે, આવો શ્રેષ્ઠ સંસ્કારી પુત્ર કોને ન ગમે

ઘણા વર્ષો હું UK માં રહી, 11 વખત બાગેશ્વર ધામની મુલાકાત લઈ ચૂકી છું.આવો શ્રેષ્ઠ સંસ્કારી પુત્ર કોને ન ગમે, જાણો સમગ્ર મામલો

Dhirendra Shastri Mother : હાલ તો બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઘણા ચર્ચામાં છે. તેઓ થોડા જ દિવસમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે અને અમદાવાદ, સુરત તેમજ રાજકોટમાં તેમનો દરબાર પણ યોજાવાનો છે. ત્યારે તેઓ ગુજરાત આવે એ પહેલા જ વિવાદના સૂર ઉડ્યા છે. આ બધા વચ્ચે સુરતમાં રહેતી તેમની માતાએ ખાસ વાત જણાવી છે. બાગેશ્વરધામના બાબાના સુરત સાથેના કનેકશન સામે આવ્યા છે.

કિરણ પટેલ કે જેને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મ માતા માને છે, સુરતના કિરણ પટેલે જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી મને મા કહે છે, મારા કહેવાથી ગુજરાતમાં દિવ્ય દરબાર લાગશે અને હિન્દુરાષ્ટ્રનું સપનું જરૂર સાકાર થશે. કિરણ પટેલ આગળ જણાવે છે કે, તેઓ દોઢ-બે વર્ષ પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સંપર્કમાં આવ્યા હતા અને તેઓ 11 વખત બાગેશ્વર ધામની મુલાકાત લઈ ચૂક્યા છે.

તેઓ એમ કહે છે કે, મને ગર્વ થાય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મને માતા સમાન માને છે, તે જ્યારે પણ મને મળે છે ત્યારે માતા કહીને જ સંબોધે છે. આવો શ્રેષ્ઠ સંસ્કારી પુત્ર કોને ન ગમે. જ્યારે પણ તે મને માતા તરીકે બોલાવે છે ત્યારે મને પોતાને પણ ગર્વનો અનુભવ થાય છે. કિરણ પટેલ છેલ્લા છ મહિનાથી ઇન્ડિયામાં છે અને તેઓ લગભગ આઠ વાર કથામાં હાજરી આપી ચૂક્યા છે અને 11 વખત બાગેશ્વર ધામની મુલાકાત લઈ ચૂક્યા છે.

મધ્યપ્રદેશમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની જ્યારે કથા ચાલતી હતી એ દરમિયાન તેમને વિચાર આવ્યો હતો કે ગુજરાતમાં પણ તેમના દિવ્ય દરબારનું આયોજન થવું જોઈએ અને ખાસ કરીને સુરતમાં. આ વાત જ્યારે તેમણે તેમના પુત્રને કરી કે તમારે ગુજરાતમાં આવવું જોઈએ અને સુરતથી એની શરૂઆત કરવી જોઈએ. ત્યારે તેમણે વાત સ્વીકારી લીધી.

Shah Jina