બદ્રીનાથ માર્ગ પર ભૂસ્ખલન થતા જ મુસાફરો ગાડી મૂકીને ભાગ્યા, જુઓ ડરામણો વાયરલ વીડિયો
Badrinath Yatra 2023: બદ્રીનાથ હાઈવે પર હેલંગમાં પહાડ પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા રોકી દીધી છે. હાઈવે પર પડતો કાટમાળનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. પોલીસે ગૌચર (Gauchar), કર્ણપ્રયાગ (Karnaprayag) અને લંગાસુમાં (Langasu) બેરિયર મૂકી બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને સાવચેતીના ભાગરૂપે પોતપોતાના સ્થળોએ રોકાવા જણાવ્યું છે.
બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલનનો ભયાનક વીડિયો જોઇ લોકો પણ હેરાન રહી ગા છે. હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ મુસાફરી બંધ થઈ ગઈ છે. હજારો મુસાફરો રસ્તામાં ફસાયેલા છે. પ્રશાસને આ અંગે માહિતી પણ આપી છે. સીઓ કર્ણપ્રયાગ અમિત કુમારે જણાવ્યું હતું કે, “હેલંગમાં બદ્રીનાથ રોડ ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સેફ્ટીને લઈને પોલીસ એલર્ટ છે, પોલીસે આ નિર્ણય લીધો છે.”
જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઈ શકાય છે કે આખો પથ્થર તૂટીને હાઈવે પર પડ્યો છે. ખડક પડવાનો વીડિયો ભયાનક છે. વિડિયોમાં ખડક તૂટવાના ફૂટેજ રૂંવાડા ઊભા કરી રહ્યા છે. વીડિયોમાં ઘટના સ્થળે લોકોનો બૂમો પાડવાનો અવાજ પણ સંભળાય છે. આ ભયાનક દ્રશ્ય જોઈ લોકો પણ ભયભીત થઈ ગયા હતા.
જ્યાં આ ખડક પડી છે ત્યાં મુસાફરોના અનેક વાહનો પણ વીડિયોમાં દેખાઈ રહ્યા છે. જોકે આ વાહનો અને મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર મોટી દુર્ઘટના ટળી છે. યાત્રામાં ફસાયેલા ભક્તોએ જણાવ્યું હતું કે, “ભગવાન બદરી વિશાલની કૃપા તેમના ભક્તો પર છે. કોઈ અપ્રિય ઘટના ઘટી નથી. બદ્રીનાથ નેશનલ હાઈવે પર પહાડ પરથી પડી રહેલા કાટમાળનો આ વીડિયો ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે.
પોલીસે યાત્રાળુઓને અપીલ કરી છે કે તેઓ જ્યાં હોય ત્યાં સુરક્ષિત રહે અને રૂટ વિશે અપડેટ મેળવ્યા પછી જ યાત્રા માટે રવાના થાય. બદ્રીનાથ ધામ જતા લગભગ 10,000 શ્રદ્ધાળુઓને પોલીસ પ્રશાસન દ્વારા રોકી દેવામાં આવ્યા. આ મુસાફરોને જોશીમઠ, હેલંગ, પાખી, પીપલકોટી અને ચમોલી મોકલવામાં આવ્યા છે.
#WATCH | Uttarakhand: Badrinath National Highway blocked near Helang village in Chamoli district due to heavy debris coming down from a hill. pic.twitter.com/hjOuRtpIAH
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 4, 2023