છૂટાછેડાની ખબરો વચ્ચે હોલિકા દહનમાં બચ્ચન પરિવાર જોવા મળ્યો સાથે…તસવીરો થઇ વાયરલ
બચ્ચન પરિવાર સાથે અણબનાવના અહેવાલો વચ્ચે ઐશ્વર્યા રાય સાસુ જયા બચ્ચન, પતિ અભિષેક બચ્ચન અને પૂરા પરિવાર સાથે હોલિકા દહનની ઉજવણી કરતી જોવા મળી. શ્વેતા નંદાની પુત્રી નવ્યા નવેલી નંદાએ તેના ઇન્સ્ટાગ્રામ પર હોલિકા દહનની તસવીરો શેર કરી છે. તસવીરોમાં બચ્ચન પરિવાર હોલિકા દહન કરતો જોવા મળી રહ્યો છે.
પૂરા બચ્ચન પરિવારે સાથે ઘરે હોલિકા દહન કર્યું, જેની એક ઝલક સોશિયલ મીડિયા પર જોવા મળી. આ દરમિયાન એક તસવીરમાં ફેદ કુર્તા-પાયજામામાં અભિષેક બચ્ચન હોલિકા દહન પાસે બેઠેલો જોવા મળ્યો હતો. જ્યારે એક તસવીરમાં જયા બચ્ચન, ગુલાબી સૂટ સાથે સફેદ દુપટ્ટો પહેરીને હોલિકાને અગ્નિદાહ આપતી જોવા મળે છે, તો અન્ય એક તસવીરમાં નવ્યા અને અભિષેક એકબીજાને ગુલાલ લગાવતા જોવા મળે છે.
આ તસવીરમાં ઐશ્વર્યા પણ સફેદ સૂટ પહેરીને પાછળ ઉભેલી જોવા મળી રહી છે અને લાગે છે કે તે અભિષેક અને નવ્યાના ફોટા પાડી રહી છે. નવ્યાએ રંગોથી ભરેલી પ્લેટનો ફોટો પણ શેર કર્યો હતો. આ તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું- ‘હોલિકા દહન.’ જણાવી દઇએ કે, બચ્ચન પરિવારમાં સતત ઝઘડાના અહેવાલો હોવા સામે આવતા રહે છે, પરંતુ તેમ છત્તાં પણ હોલિકા દહનની ઉજવણી પૂરા પરિવારે એકસાથે કરી.
તસવીરમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાયે સફેદ ડ્રેસ પહેર્યો હતો અને સિંદુર પણ લગાવ્યુ હતુ. આ તસવીરો સામે આવ્યા બાદ ફરી એકવાર કપલના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા. આ પહેલા બચ્ચન પરિવારમાં અણબનાવના અહેવાલો વચ્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં બધા એકસાથે જોવા મળ્યા હતા.
આ દરમિયાન ઐશ્વર્યા રાયની દરેક સાથે ખાસ બોન્ડિંગ જોવા મળી હતી. આ સિવાય તે લાંબા સમય પછી નણંદ શ્વેતા સાથે ચિટ-ચેટ કરતી જોવા મળી હતી. રિપોર્ટ્સનું માનીએ તો બચ્ચન પરિવારમાં અત્યારે બધું બરાબર છે.