માછીમારની જાળમાં ફસાઈ ગઈ પ્રેગ્નેન્ટ શાર્ક માછલી, પેટ ફાડીને જોયું તો માણસના ચહેરા વાળું આ નીકળ્યું

જાળમાં જે ફસાયું તેને લેવા માટે મોં માંગી કિંમત આપવા તૈયાર છે લોકો, માછીમારે ના પાડતાં કહ્યું કે

ધરતી ઉપર માણસો સિવાયના પણ કેટલાય એવા જીવ છે જેના ચહેરાઓ માણસો સાથે મળતા આવે છે. પ્રકૃતિ પણ ક્યારેક અજબ ગજબ કારનામા બતાવતી હોય છે. ત્યારે હાલમાં પ્રકૃતિની એક કલાકારીનો નમૂનો ઇન્ડોનેશિયામાંથી સામે આવ્યો છે.

ઇન્ડોનેશિયાના એક માછીમારની જાળમાં શાર્ક માછલી ફસાઈ ગઈ. જયારે તેને માછલીના પેટને ફાડીને જોયું તો તેના પેટમાં જે બેબી શાર્ક નીકળી તે જોઈને તે હેરાન રહી ગયો. કારણ કે તે બેબી શાર્કનો ચહેરો માણસો સાથે મળતો આવતો હતો. તો હવે આ અજીબો ગરીબ બેબી શાર્કને જોવા માટે માછીમારના ઘરે ભીડ ઉમટી રહી છે.

Image Source

આ ઘટના ઇન્ડોનેશિયાના ઇસ્ટ નુસા ટેંગેરા પ્રાંતની છે. જ્યાં રહેતા અબ્દુલ્લાહ નુરેન પોતાના ભાઈ સાથે રોતે નદાઓ વિસ્તારમાં માછલી પકડવા માટે ગયો હતો. આ દરમિયાન તેના જાળની અંદર એક શાર્ક માછલી ફસાઈ ગઈ. નુરેને જયારે તે શાર્કના પેટને ફાડ્યું ત્યારે તેમાંથી 3 બેબી શાર્ક નીકળી. જેમાંથી બે સામાન્ય માછલીઓ હતી પરંતુ એક બેબી શાર્કને જોઈને નુરેન અને તેનો ભાઈ બંને હેરાન રહી ગયા.

Image Source

કારણ કે તે બેબી શાર્કનો ચેહરો માણસો સાથે મળતો આવતો હતો. તેનું એક મોટું મોઢું અને બે મોટી મોટી આંખો છે. નુરેન આ અનોખી બેબી શાર્કને પોતાના ઘરે લઇ આવ્યો અને તેને પાળી રહ્યો છે. લોકોની ભીડ પણ આ અનોખી શાર્કને જોવા માટે તેના ઘરે લાગી રહી છે.

કેટલાક લોકો તો આ શાર્કની પૂજા પણ કરી રહ્યા છે. તો ઘણા લોકો આ અનોખી શાર્કને ખરીદવા માટેની પણ તૈયારી બતાવી રહ્યા છે પરંતુ નુરેને આ શાર્ક વેચવાની ના પાડી દીધી છે. તેનું માનવું છે કે આ શાર્ક તેના માટે સૌભાગ્યશાળી બની શકે છે. જેના કારણે તે પોતે જ આ બેબી શાર્કને પાળી રહ્યો છે.

Image Source

એવું માનવામાં આવી રહ્યું છે કે આ એક મ્યુટેન્ટ શાર્ક છે. આ પહેલા પણ ઇન્ડોનેશિયાના તટીય વિસ્તારોમાં આવી અનોખી માછલીઓ મળી ચુકી છે. ગયા વર્ષે ઓક્ટોમ્બરમાં એક માછીમારને એક શાર્ક મળી હતી જેની એક જ આંખ હતી. હજુ સુધી એ વાતનો ખુલાસો નથી થયો કે આ વિસ્તારમાં આવી માછલીઓ કેમ મળી રહી છે ? તેની પાછળનું કારણ શું છે ?

Niraj Patel