...
   

આ વ્યક્તિએ ઘરમાં પાળી અલગ પ્રજાતિની ગાય, છે નાની પરંતુ રોજ આપે છે આટલા લીટર દૂધ, જુઓ વીડિયો

આ યુવકે સુંદર ગાય પાળી, વિડીયો જોતા જ પ્રેમ ઉભરાઈ જશે

હાલમાં સોશિયલ મીડયા પર એક ગાયનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, વિડિયોમાં પુંગનૂર બેબી ગાય તેના માલિક સાથે જોવા મળે છે. આ વિડિયો આંધ્રપ્રદેશ સરકારના સલાહકાર અને વાઈએસઆર કોગ્રેસ પાર્ટી નેતા રાજીવ કૃષ્ણાએ ટ્વીટર પર પોસ્ટ કર્યો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેમજ 38 હજારથી વધુ લાઈક્સ અને 8 હજારથી વધુ રી-ટ્વિટ કરવામાં આવી છે. આ પોસ્ટ પર ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે.

યુઝર અનુસાર, આ એક પુંગનૂર ગાય છે. જે એક લુપ્તપ્રાય પ્રજાતિ છે. તેની હાઇટ 3-4 ફૂટ ઉંચાઇ સુધી વધે છે. તેનું વજન 150-200 કિલોગ્રામ સુધી હોય છે. આ ગાય રોજ 4-5 લીટર ફૂલ ફેટ દૂધ આપે છે.

સામાન્ય રીતે ગાયનાં દૂધમાં ફક્ત 3 ટકા ફેટ હોય છે, પરંતુ આ ગાયનાં દૂધમાં 8 ટકા ફેટ હોય છે.

આ ગાય દિવસમાં લગભગ પાંચ કિલો ચારો ગ્રહણ કરે છે અને 5 લિટર સુધી દૂધ આપે છે.

Shah Jina