વૈશાલીએ આ વ્યક્તિને વ્યાજે પૈસા આપ્યા હતા, પોલીસે 100 થી વધુ CCTV ફમ્ફોર્યા, માસ્ટરમાઈન્ડ આ નીકળી છેલ્લે

હાલમાં ગુજરાતમાં એક હત્યાનો કેસ ઘણો ચર્ચામાં છે અને તે છે વલસાડની સિંગર વૈશાલી બલસારા મર્ડર કેસ. આ કેસમાં હાલમાં જ ખુલાસો થયો છે કે વૈશાલીની હત્યા તેની મિત્ર બબીતાએ જ પ્રોફેશનલ કિલરને સોપારી આપી કરાવી હતી. આરોપી મિત્ર બબીતાએ કિલરને 8 લાખની સોપારી આપી હતી અને પોલીસે પ્રોફેશનલ કિલર અને બબીતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત શનિવારના રોજ સિંગર વૈશાલી બલસારા એક મહિલા પાસેથી ઉછીના પૈસા પરત લેવા માટે નીકળી અને તે બાદ ગુમ થઇ હતી. જે પછી દ્વારા તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી અને રવિવારે તેનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો.

જે બાદ મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યુ અને તેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ 6-8 ટીમો બનાવી. જે બાદ તેમણે 100થી વધુ સીસીટીવી ફુટેજ પણ તપાસ્યા અને અંતે સાત દિવસે પોલીસને આ ચર્ચિત મર્ડર કેસ સોલ્વ કરવામાં સફળતા મળી. પોલિસે તપાસ તેજ કરી માત્ર ગણતરીના દિવસોમાં જ કોન્ટ્રાક્ટ કિલર સહિત હત્યા કરાવનાર મહિલાની ધરપકડ કરી. જણાવી દઇએ કે, વૈશાલીએ તેની મિત્ર બબીતાને કેટલીક રકમ વ્યાજે આપી હતી અને આ રકમ પરત આપવી ન પડે તે માટે વૈશાલીની બબિતાએ જ હત્યા કરવી હોવાનું સામે આવ્યુ.

વલસાડ પોલીસે મુંબઈથી કોન્ટ્રાક્ટ કિલર અને બબીતાની અટકાયત કરી હતી. તેમજ કોવિડ ટેસ્ટ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે. આ કેસ મામલે વૈશાલીના તમામ મિત્રો અને પરિવારના સભ્યોનાં નિવેદન પણ નોંધવામાં આવ્યાં હતાં અને હત્યાનો ભેદ ઉકેલવા માટે વલસાડ LCB, SOG, પારડી અને સિટી પોલીસની અલગ અલગ 8 ટીમો બનાવી હત્યાના આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી અને આખરે આરોપીઓને પકડવામાં પોલિસને સફળતા મળી.

પારડી અને આજુબાજુના વિસ્તારના CCTV ફુટેજ પણ તપાસવામાં આવ્યા હતા. વૈશાલી બલસારાનો મોબાઈલ ફોન અને મહિલા પાસેથી લીધેલા રોકડા રૂપિયા ક્યાં ગયા તે અંગે પણ તપાસ હાથ ધરાઈ. આ કેસમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક બાદ એક કડીઓ જોડી અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. વૈશાલી 27 ઓગસ્ટના રોજ સાંજે ઐયપ્પા મંદિર નજીક એક મહિલાને આપેલા ઉછીના રૂપિયા લેવા પોતાની કાર લઈને ગઈ હતી

અને તે પરત ન આવતા પતિ હિતેશ બલસારાએ સિટી પોલીસ મથકે પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વૈશાલીનો પતિ હિતેષ બેન્ડમાં ગિટાર આર્ટિસ્ટ છે. તેણે વર્ષ 2011માં વૈશાલી સાથે બીજા લગ્ન કર્યાં હતાં. હિતેષ બલસારાને પહેલા લગ્નથી એક દીકરી અને વૈશાલી સાથેના લગ્નજીવન દરમિયાન વધુ એક દીકરીનો જન્મ થયો હતો. હિતેષ બલસારા તેની પત્ની વૈશાલી, 2 દીકરીઓ અને તેનાં માતાપિતા સાથે રહેતો હતો.

Shah Jina