કરીનાના ઘરે મનાવવામાં આવ્યો મા બબીતાનો જન્મ દિવસ, રણધીર કપૂરને જોઈને લોકોએ કહ્યું, “હાલત સારી નથી તો પણ…”

કરિશ્મા કપૂરની મમ્મીના જન્મ દિવસની ઉજવણી, જુઓ તસવીરો

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરની માતા બબીતા કપૂરનો ગઈકાલે જન્મ દિવસ હતો. આ ખાસ પ્રસંગે તેનો જન્મ દિવસ કરીનાના ઘરે ઉજવવામાં આવ્યો. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં એ પણ જોવા મળી રહ્યું છે કે આ પાર્ટીમાં કોણ કોણ સામેલ થયું.

કરીનાના ઘરે યોજાવામાં આવેલી જન્મ દિવસની આ પાર્ટીમાં કરિશ્મા કપૂર પણ આવી પહોંચી હતી, જેને આ મહામારીને ધ્યાનમાં રાખતા માસ્ક સાથે ફેસ શિલ્ડ પણ પહેર્યો હતો. કરિશ્માએ બ્લેક રંગનું આઉટફિટ કેરી કર્યું હતું.

કરિશ્માની સાથે તેનો દીકરો કિયાન પણ જોવા મળ્યો હતો. કિયાનને પણ માસ્ક અને ફ્રેશ શિલ્ડ પહેર્યું હતું. કિયાને આ દરમિયાન બ્લુ રંગનું ડેનિમ શોર્ટ્સ અને ગ્રીન ટી શર્ટ પહેરી હતી. કરિશ્માની સાથે તેમનો દીકરો કિયાન પણ હતો. કિયાન ઘણો જ ક્યુટ લાગી રહ્યો હતો.

દીકરા કિયાનના હાથમાં એક કાર્ડ પણ જોવા મળ્યું હતું. જેમાં આખા પરિવારની સ્પેશિયલ તસ્વીર નજર આવી રહી છે. આ સ્પેશિયલ કાર્ડ કિયાને તેના નાની બબીતા માટે બનાવ્યું હતું. કાર્ડ ઉપર હેપ્પી બર્થ ડે પણ લખેલું હતું.

કરીનાના ઘરે યોજાયેલી આ પાર્ટીની અંદર સોહા અલી ખાનની દીકરી ઇનાયા ખેમુ પણ જોવા મળી હતી. તસ્વીરમાં જોઈ શકાય છે કે તે ગાડીમાં બેઠી હતી. કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોતાની માતા સાથેની એક તસ્વીર શેર કરી અને બબીતા કપૂરને જન્મ દિવસની શુભકામના પાઠવી છે. સાથે બબીતાની એક જૂની તસ્વીર પણ શેર કરી છે.

બબીતાના જન્મ દિવસની પાર્ટીની અંદર રણધીર કપૂર પણ પહોંચ્યા હતા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રણધીર થોડા પરેશાન દેખાઈ રહ્યા છે. રણધીર કપૂરનો આ વીડિયો ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. જેમાં રણધીર ખુબ જ મુશ્કેલીથી ચાલી રહ્યા છે. આ વીડિયોને જોઈને ચાહકો પણ કોમેન્ટ કરીને તેમની હાલત પૂછી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel