વર્ષ 2023ને લઈને કરવામાં આવેલી બાબા વેંગાની આ ખતરનાક ભવિષ્યવાણી, જો સાચી પડી તો માણસો જોશે આ ભયાનક નજારો

બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાંભળીને તો આખી દુનિયામાં મચી ગયો છે હાહાકાર, જો સાચી પડી ગઈ તો વિનાશ થશે, જુઓ 2023 માટે શું કહ્યું હતું ?

Baba Venga’s scariest prediction 2023 : બાબા વેંગા વિશ્વના પ્રખ્યાત ભવિષ્યવક્તાઓમાંથી એક હતા. બલ્ગેરિયાના રહેવાસી બાબા વેંગા પોતાની આંખોથી જોઈ શકતા ન હતા. 12 વર્ષની ઉંમરે બાબા વેંગાએ બંને આંખોની રોશની ગુમાવી દીધી હતી. તેનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ સ્ટ્રુમિકા, ઉત્તર મેસેડોનિયામાં થયો હતો અને 11 ઓગસ્ટ 1996ના રોજ તેમનું અવસાન થયું હતું. એવું કહેવાય છે કે બાબા વેંગા ભવિષ્ય જોઈ શકતા હતા. તેમના મૃત્યુ પહેલા, બાબા વેંગાએ વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી.

બાબા વેંગાની 2023ની ભવિષ્યવાણી :

બાબા વેંગાએ વર્ષ 2023 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી કેટલીક સાચી સાબિત થઈ છે અને કેટલીક સાચી પડવાની બાકી છે. જો આ આગાહીઓ સાચી પડી તો આખી દુનિયામાં હાહાકાર મચી શકે છે. બાબા વેંગાની આગાહી અનુસાર, પૃથ્વી વર્ષ 2023માં પોતાની ભ્રમણકક્ષા બદલશે. તેનું પરિણામ આખી દુનિયાને ભોગવવું પડી શકે છે. આના કારણે દુનિયામાં રહેતા માનવીઓને કેટલું નુકસાન થશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.

વિનાશનું બનશે કારણ :

ભવિષ્યવકતા બાબા વેંગાના જણાવ્યા અનુસાર, પૃથ્વીના લોકોને વર્ષ 2023માં સૌર વાવાઝોડાનો પણ સામનો કરવો પડી શકે છે. જે વિનાશનું કારણ બની શકે છે. સૌર તોફાનનો અર્થ છે કે સૂર્યમાંથી નીકળતી ઊર્જાનો વિસ્ફોટ થશે અને તેના કારણે પૃથ્વી પર અનેક પ્રકારના ખતરનાક રેડિયેશન પડશે જે જીવલેણ સાબિત થઈ શકે છે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે 2023માં મહાયુદ્ધ થઈ શકે છે. વિશ્વના મોટાભાગના દેશો બે છાવણીમાં વહેંચાઈ જશે અને યુદ્ધ શરૂ કરશે.

આ ભવિષ્યવાણીઓ પડી છે સાચી :

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સદ્ભાગ્યની વાત છે કે અન્ય દેશો હજુ આ યુદ્ધમાં કૂદી પડ્યા નથી. બાબા વેંગાએ પણ વર્ષ 2023માં વિશ્વના ઘણા દેશોમાં ભયંકર પૂર અને તોફાનોની આગાહી કરી હતી. તેનો નજારો આ વર્ષે ભારત સહિત ઘણા દેશોમાં જોવા મળી ચૂક્યો છે. આવી આફતોમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બાબા વેંગાએ સેંકડો ભવિષ્યવાણીઓ કરી છે. બાબા વેંગાના અનુયાયીઓનું માનવું છે કે અમેરિકામાં 9/11ની ઘટના અને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાની જાહેરાત બાબા વેંગાએ જ કરી દીધી હતી. જે સાચું સાબિત થયું.

Niraj Patel