શું બિપરજોય વાવાઝોડાને લઈને બાબા વેન્ગાએ પહેલાથી જ કરી દીધી હતી ભવિષ્યવાણી ? જુઓ તેમને શું કહ્યું હતું ?
Baba Vanga Predictions : બિપરજોય નામનું એક વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના કારણે લોકોમાં ચિંતા અને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં છે અને સુરક્ષાની તમામ સુવિધાઓ પણ ઉભી કરી દેવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ અને વાવાઝોડા અંગે સતત અપડેટ આપવામાં આવી રહી છે.
ત્યારે આ બધા વચ્ચે જ બાબા વેન્ગાની કેટલીક ભવિષ્યવાણીઓ પણ જાણે સાચી સાબિત થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. આખી દુનિયા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. બાબા વાંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. બલ્ગેરિયાના નબી બાબા વેંગાએ વર્ષ 2023 માટે પણ ઘણી ડરામણી ભવિષ્યવાણીઓ કરી હતી.
આ આગાહીઓ પણ એકદમ સાચી સાબિત થઈ છે. બલ્ગેરિયાના અંધ બાબા વેંગાએ ઘણા વર્ષો પહેલા ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ થશે. બાબા વેંગીએ આ વર્ષ માટે કરેલી ભવિષ્યવાણીએ લોકોને ડરાવી દીધા છે. તેમણે આગાહી કરી હતી કે વર્ષ 2023ના અંતમાં પરમાણુ હુમલો થશે. આ હુમલામાં પૃથ્વી પર ભારે વિનાશ થશે. આ ભવિષ્યવાણીએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
બાબા વેંગાએ કહ્યું હતું કે વર્ષ 2023માં કુદરતી ઉથલપાથલ થશે. તેમણે આગાહી કરી હતી કે રણના વિસ્તારોમાં પણ શક્તિશાળી ભૂકંપ, કમોસમી વરસાદ અને પૂર જેવી સ્થિતિ રહેશે. તેમણે સૌર વાવાઝોડાની પણ આગાહી કરી હતી. આ તમામ આગાહીઓ સાચી સાબિત થઈ છે. વૈજ્ઞાનિકોએ થોડા દિવસો પહેલા સૂર્યમાં પૃથ્વી કરતા 20 ગણો મોટો છિદ્ર શોધી કાઢ્યો હતો. તેમાંથી નીકળતા રેડિયેશનની અસર લદ્દાખ સુધી જોવા મળી હતી.
બાબા વેંગાએ ઘણા ગંભીર ભૂકંપની આગાહી કરી હતી. આ વર્ષે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી, જેમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જેના કારણે લાખો લોકો બેઘર બન્યા છે. ભારત માટે કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી પણ સાચી સાબિત થઈ છે. આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે પાકને ભારે નુકસાન થયું હતું.