શા કારણે રામ મંદિરને લઈને ભાવુક થઇ રહ્યા છે દેશવાસીઓ ? આ વીડિયો જોઈને તમને પણ એ વાત સમજાઈ જશે, ખરેખર આ કોઈ તહેવારથી ઓછું નથી… જુઓ
Baba got emotional invitation to Ram Mandir : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાવવાની છે, ત્યારે આ ક્ષણની આખો દેશ રાહ જોઈ રહ્યો છે અને દરેક વ્યક્તિ આ ક્ષણને વધાવવા માટે પણ આતુર છે. ત્યારે કેટલાય દિવસ પહેલા જ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને દેશભરના દરેક ઘર સુધી અયોધ્યાથી અક્ષત પણ મોકલવામાં આવ્યા છે અને સાથે જ એક પત્રિકા પણ આપવામાં આવી છે.
અયોધ્યાથી આવ્યું નિમંત્રણ :
સ્વંય સેવકો દ્વારા આ પત્રિકા અને અક્ષત ઘરે ઘરે પહોચાડવામાં પણ આવી રહ્યા છે, ત્યારે તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે, ઘણા લોકો આ અક્ષત અને પત્રિકાને હર્ષથી વધાવતા હોય છે તો ઘણા તેને સન્માનભેર સ્વીકારે છે, પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને કોઈપણ ભાવુક થઇ જાય. કારણ કે આ વીડિયોમાં એક દાદા અયોધ્યાથી આવેલી પત્રિકા સ્વીકારી રહ્યા છે અને તેમની આંખોમાં આંસુઓ છે.
ભાવુક થઇ ગયા બાબા :
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભગવા કપડાં ધારણ કરેલા એક દાદા જે મંદિરના પૂજારી હોય તેમ દેખાઈ રહ્યું છે, તેમની પાસે કેટલાક લોકો આવે છે અને તેમને રામ મંદિરનું નિમંત્રણ પત્રિકા આપે છે, પત્રિકા સ્વીકારતાની સાથે જ દાદાની આંખો આંસુઓથી ભરાઈ આવે છે. જેના બાદ પત્રિકા આપવા આવેલ વ્યક્તિ દાદાના આંસુઓ લુંછે છે અને તેમને પ્રેમથી ભેટીને સાંત્વના પણ આપતો જોવા મળી રહ્યો છે.
લાખો લોકોએ જોયો વીડિયો :
આ વીડિયોની સાથે કેપશનમાં લખ્યું છે, “રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ મળતાં ભાવુક થઈ ગયા બાબા, 22 જાન્યુઆરી એટલો મોટો દિવસ છે, લોકો આજે પણ માને છે. હજુ અનુભવ થવાનો બાકી છે. ખાસ કરીને યુવાનો… જય શ્રી રામ” ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને લાખો લોકો જોઈ ચુક્યા છે અને કોમેન્ટમાં જય શ્રી રામ પણ લખી રહ્યા છે, અત્યાર સુધી આ વીડિયોને 11 લાખથી વધુ લોકો તો લાઈક કરી ચુક્યા છે.
View this post on Instagram