આ દીકરીના 12 વર્ષ પહેલા જ 7 વર્ષની ઉંમરમાં થઇ ગયા હતા લગ્ન, આણું થતા પહેલા જ કર્યું એવું કે જાણીને તમે પણ હેરાન રહી જશો

આપણા દેશની અંદર આજે પણ ઘણા રિવાજો અને પરંપરાઓ છે જેના કારણે સમાજની અંદર ઘણા લોકો મુશ્કેલીઓમાં પણ  મુકાઈ જાય છે. ખાસ કરીને આવા રીતિ રિવાજોના કારણે બહેન દીકરીઓને ઘણું બધું ભોગવવું પડે છે. એવો જ એક રિવાજ છે બાળ લગ્નનો જેમાં છોકરી અને છોકરીઓના નાની ઉંમરમાં જ લગ્ન કરી દેવામાં આવે છે અને ત્યારે તેમને કોઈ સમજણ પણ નથી હોતી, અને જયારે યોગ્ય ઉંમરના થાય છે ત્યારે આણું કરી અને સાસરે મોકલી દેવામાં આવે છે.

આવા જ એક બાળલગ્નનો ભોગ રાજસ્થાનના ભીલવાડા  જિલ્લાની માનસી બની હતી. જયારે તેના લગ્ન થયા ત્યારે તેની ઉંમર ફક્ત 7 વર્ષની જ હતી. માનસી તેનાથી માનસિક રૂપે પ્રતાડિત થઇ. જેનાથી તેનું બાળપણ અને સપના બધું જ છીનવાઈ ગયું હતું. માનસીની ઉંમર આજે 19 વર્ષની છે અને લાંબી લડાઈ બાદ તેને આ જંગ જીતી લીધી છે.માનસીને હવે લગ્નના ચૂંગલથી મુક્તિ મળી ગઈ છે. ફેરાના 12 વર્ષ બાદ માનસીના લગ્ન કોર્ટ દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યા છે.

પોતાના બાળ લગ્ન માટે માનસીએ ભીલવાડાની ફેમેલી કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને તેના બાળ લગ્ન રદ્દ કરવાની ગુહાર પણ લગાવી હતી. ફેમેલી કોર્ટના જજ હરિવલ્લભ ખત્રીએ તેની દુર્દશા સાંભળીને સંવેદનશીલતા બતાવી અને માનસીના બાળ વિવાહ રદ્દ કરવાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવીને બાલ વિવાહ વિરુદ્ધ કડક સંદેશ પણ આપ્યો.

ભીલવાડા જિલ્લાના પાલડીની રહેવાસી માનસીના લગ્ન 12 વર્ષ પહેલા જ માનસી જયારે 7 વર્ષની હતી ત્યારે 2009માં બનાડા તાલુકાના રહેવા વાળા એક છોકરા સાથે કરવામાં આવ્યા હતા. લગભગ 12 વર્ષ સુધી તેને આ બાળ લગ્ન સહન કરવા પડ્યા હતા. આ દરમિયાન જ પંચાયત અને અન્ય જ્ઞાતિના લોકો દ્વારા લગ્ન બાદ આણું કરવાનો એક બીજો સમારંભ કરવા માટે સતત દબાણ આપવામાં આવી રહ્યું હતું. પરિવારને ઘણીવાર ધમકી પણ આપવામાં આવી હતી.

આ દરમિયાન જ માનસીએ બાળ વિવાહને રદ્દ કરવા માટે સારથી ટ્રસ્ટના માધ્યમથી ચલાવવામાં આવી રહેલા ડૉ. કૃતિ ભારતી અભિયાન વિશેની જાણકારી મળ્યા બાદ તેમને લગ્ન રદ્દ કરવા માટે સંપર્ક કર્યો. ડૉ, કૃતિ જોધપુરથી ભીલવાડા આવી હતી. અને આ વર્ષે જ માર્ચ મહિનામાં માનસીના બાળ વિવાહ રદ્દ કરવાનો મામલો ફેમેલી કોર્ટમાં દાખલ કર્યો હતો.

Niraj Patel