આખરે 3 ફૂટનો વામન વરરાજા શેરવાની પહેરીને ચઢ્યો ઘોડી પર, જાન જોડીને રવાના થયો 3 ફૂટની કન્યા સાથે લગ્ન કરવા, જુઓ વીડિયો

સનરૂફ વાળી ગાડીમાંથી બહાર નીકળીને વાજતે ગાજતે જાન લઈને પહોંચ્યો વામન વરરાજા, પીએમ મોદી અને યોગીજીને પણ આપ્યું હતું લગ્ન માટે આમંત્રણ, જુઓ વીડિયો

લગ્ન કરવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ ઘણા લોકોનું આ સપનું નથી પૂર્ણ થતું, પરંતુ લોકો હિંમત નથી હારતા, ત્યારે આવા જ એક વ્યક્તિ જેની ઊંચાઈ ફક્ત 3 ફૂટ છે અને તેનું પણ લગ્ન કરવાનું સપનું હતું, જેના માટે તેણે વર્ષો સુધી કન્યા શોધવાના પ્રયત્નો કર્યા અને આખરે તેને તેના અનુરૂપ એક 3 ફૂટની કન્યા મળી ગઈ અને હવે તે લગ્નના બંધનમાં બંધાઈ ગયો.

ઉત્તર પ્રદેશના હાપુડના મોહલ્લા મજીદપુરાની રહેવાસી 21 વર્ષીય બુશરા આખરે ઘોડીએ ચઢી ગયો છે. તે પોતાની બેગમને વરઘોડો લઈને લેવા હાપુરથી નીકળી ગયો છે. આ લગ્નને લઈને પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને અભિનંદન આપી રહ્યા છે.

વિડિયોમાં અઝીમ મન્સૂરીની સ્ટાઈલ ખૂબ જ આકર્ષક લાગી રહી છે. શેરવાની પહેરીને અઝીમ તેની દુલ્હનને લાવવા હાપુડથી નીકળી ગયો છે. અઝીમ મન્સૂરી તેના લગ્નને લઈને ઘણો ચર્ચામાં આવ્યો હતો. ઓછી ઊંચાઈને કારણે તે પોતાના માટે કન્યા શોધી શક્યો નહીં. જેથી બે વર્ષ પહેલા તેણે પોલીસ અધિકારી અને ઉચ્ચ અધિકારીઓને લગ્ન માટે અરજી કરી હતી. પરંતુ, સખત મહેનત પછી, અઝીમ મન્સૂરીના લગ્ન હાપુડની રહેવાસી બુશરા બેગમ સાથે નક્કી કરવામાં આવ્યા હતા.

અઝીમના લગ્નની ખબર મીડિયામાં વહેતી થયા બાદ તેના માટે ડઝનબંધ સંબંધો આવ્યા. પરંતુ, તેના લગ્ન બુશરા બેગમ સાથે નક્કી થયા હતા. અઝીમ મન્સૂરી અને બુશરા બેગમ આજે લગ્ન કરવા જઈ રહ્યા છે. જેના બાદ આજે તે જાન જોડીને લગ્ન માટે ગયો, આ જાનમાં તેના સંબંધીઓ પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

આ લગ્નને મજીદપૂરાના સભાસદ હાજું અયુબે નક્કી કરાવ્યા છે. હાજું અય્યુબે અઝીમનો વીડિયો સોશિયલ મીડિયામાં જોયો હતો. જેના બાદ તેમને વિચાર્યું કે તેના લગ્ન ફળિયામાં રહેનારી બુશરા સાથે જ નક્કી કરી દેવામાં આવે. આ લગ્નને લઈને અઝીમ પણ ખુબ જ ખુશ હતો તેણે લગ્ન માટે પ્રધાનમંત્રી મોદી અને સીએમ યોગીને પણ આમંત્રણ મોકલ્યું હતું.

Niraj Patel