સરકારે ચૂંટણીમાં કર્યો હતો વાયદો.. આયુષ્માન કાર્ડમાં 5 લાખના બદલે આપવામાં આવશે 10 લાખના લાભ, હવે ચૂંટણી પુરી થતા જ સરકારે….

શું થયું ડબલ એન્જીન સરકારના ચૂંટણી વાયદાનું ? મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શું લેવાયો નિર્ણય ? શું આયુષ્માન કાર્ડમાં સહાય 5 લાખના બદલે થઇ 10 લાખ ? જુઓ

ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે અને હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એકવાર બની ગઈ છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 156 સીટો સાથે ઐતિહાસિક જીત મળેવી હતી. ત્યારે હવે ભાજપ દ્વારા ચૂંટણી પહેલા કરવામાં આવેલા વાયદા તરફ જનતાની નજર મંડાઈ રહી છે. ગુજરાતની ગાદી પર ફરીવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બેઠા છે. ત્યારે તેમણે હહવે ચૂંટણી પહેલા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવાની શરૂઆત પણ કરી દીધી છે.

ભાજપની સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ પરના લાભ 5 લાખથી વધારીને 10 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના બાદ હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દીધી છે. પહેલા પરિવાર આયુષ્માન કાર્ડ પરથી 5 લાખ સુધીની સારવારનો ખર્ચ કરાવી શકતા હતા.

આ બાબતે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને આ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે “પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા થઈ છે. આગામી 5 વર્ષમાં શું સુવિધા આપવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં તમામ કોલેજ, યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન થશે. દર 15 દિવસમાં સફાઈ અભિયાન થશે. સફાઈ અભિયાન માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.”

આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે, “પ્રધાનમંત્રી જન આરોગ્ય 10 લાખ સહાય કરવા માટે અધિકારીઓએ કામ હાથ ધર્યું છે. દેવભૂમિ દ્વારકા કોરિડોર બનવવામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ પ્રતિમા, વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂગેલેરી, બનાવવામાં આવશે. આવતી જન્માષ્ટમી સુધીમાં ફેઝ 1નું કામ પૂર્ણ કરાશે. ફેમિલી કાર્ડ યોજના અમલ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વારંવાર અપલોડ ન કરવા પડે તે માટે ફેમિલી કાર્ડ બનાવાશે.”

Niraj Patel