ચેન્નાઇ અને લખનઉની મેચમાં આ ખેલાડીએ મારી એવી સિક્સ કે બોલ સ્ટેન્ડમાં બેઠેલી મહિલાના માથામાં જઈને વાગ્યો, જુઓ વીડિયો

IPLનો માહોલ દેશભરમાં જામી રહ્યો છે અને એક પછી એક મેચ રોમાંચક થતી જઈ રહી છે, આ વર્ષે આઇપીએલમાં બે નવી ટીમોને પણ સ્થાન મળ્યું છે, જેમાં ગુજરાત અને લખનઉની ટિમો સામેલ થઇ છે. ત્યારે ગઈકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ખુબ જ શાનદાર મેચ રમાઈ હતી.

લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે સાત વિકેટે 210 રન બનાવ્યા હતા. સુપર કિંગ્સ તરફથી રોબિન ઉથપ્પાએ 50, શિવમ દુબેએ 49 અને મોઈન અલીએ 35 રન બનાવ્યા હતા. આ સાથે જ ધોનીએ પણ અંતમાં મહત્વની ઇનિંગ રમી હતી.

સુપરજાયન્ટ્સ તરફથી અવેશ ખાન અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી. લખનઉ સુપર જાયન્ટ્સે ત્રણ બોલ બાકી રહેતા છ વિકેટે મેચ જીતી લીધી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ ચોથો સૌથી મોટો ચેઝ છે. લખનઉ માટે ડી કોકે 61, કેએલ રાહુલે 40 અને ઈવાન લુઈસે 55 રન બનાવ્યા હતા.

આ દરમિયાન મેચમાં એક ખુબ જ પીડાદાયક ઘટના બની હતી, જે 19મી ઓવર લઈને આવેલા શિવમ દુબેની ઓવરમાં જ ઘટી હતી, જયારે લખનઉ તરફથી બેટિંગ કરી રહેલા બદોનીએ છક્કો ફટકાર્યો. શિવમ દુબેએ જેવો બોલ ફેંક્યો કે આયુષે સ્વીપ શોટ માર્યો અને બોલ સીધો સ્ટેન્ડમાં જઈને પડ્યો. આ સમયે સ્ટેન્ડમાં એક મહિલા મેચનો આનંદ માણી રહી હતી અને બોલ સીધો જ તેના માથામાં વાયો.

અચાનક બોલ વાગવાના કારણે મહિલાને ઇજા પણ થઇ હતી અને તે રડમસ બની ગઈ હતી. તે પોતાના માથામાં વારંવાર હાથ પણ ફેરવી રહી હતી અને તેની આસપાસ ઉભેલા લોકો પણ તેના હાલચાલ પૂછવા લાગ્યા હતા. જો કે મહિલાને એટલી ગંભીર ઇજા પહોંચી નહોતી અને થોડીવાર બાદ જયારે કેમેરામેન તેની તરફ કેમેરો લઇ ગયો ત્યારે મહિલા મેચ જોવામાં મશગુલ જોવા મળી હતી.

Niraj Patel