રામ મંદિરને મળી બેશકિંમતી ગિફ્ટ…1265 કિલોનો લાડુ સહિત હિરાનો હાર અને અનેક સામેલ..જુઓ આખું લિસ્ટ

હિરાનો ખાસ હાર, 108 ફૂટ લાંબી અગરબત્તી…રામ મંદિરને મળી કેટલીક ખૂબ જ કિંમતી ભેટ, 1265 કિલોનો લાડુ પણ

અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આજે એટલે કે 22 જાન્યુઆરીએ થઇ. આ પહેલા અહીં અલગ અલગ કાર્યક્રમનું આયોજન થયુ હતુ. અનુષ્ઠાન અને પૂજા પાઠનો દોર પણ સતત ચાલી રહ્યો છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અયોધ્યા પહોંચ્યા હતા. આ વચ્ચે દેશ અને દુનિયાથી ભગવાન રામ માટે અલગ અલગ ઉપહાર આવ્યા હતા.

108 ફૂટ લાંબી અગરબત્તી : વડોદરાના એક વ્યક્તિએ 108 ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરી હતી, જેનું વજન 3500 કિલો હતુ. આ અગરબત્તીનું બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો અને તેની કિંમત 5 લાખ રૂપિયા છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહંત નૃત્ય ગોપાલદાસ દ્વારા તેને પ્રગટાવવામાં આવી હતી. આને બનાવવામાં ગાયનું ગોબર, ઘી, ખુશબુ, હર્બ્સ અને ફૂલની પાંખડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે આ એક મહિના સુધી સળગતી રહેશે. એવો પણ દાવો કરાયો હતો કે તેની ખુશબુ 50 કિમી દૂર સુધી પહોંચશે.

રામ મંદિર થીમવાળો હાર : સુરતના એક હીરા વેપારી દ્વારા ખાસ હાર બનાવવામાં આવ્યો છે. આ હાર રામ મંદિર થીમ પર છે અને તેમાં 5000 અમેરિકન ડાયમંડ અને બે કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 40 કારીગરોએ મળી 35 દિવસમાં તેને તૈયાર કર્યો છે. રાકેશ જ્વેલર્સના કૌશિક કાકાદિયાએ જણાવ્યુ કે આ હાર વેચવાના ઉદેશ્યથી બનાવવામાં નહોતો આવ્યો, તેને રામ મંદિરને ગિફ્ટ તરીકે આપવામાં આવશે.

1265 કિલોનો લાડુ : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન બધા લોકો કંઇના કંઇ દાન કરી રહ્યા છે. હૈદરાબાદના એક વ્યક્તિએ પણ ખૂબ જ ખાસ તૈયારી કરી, આ વ્યક્તિએ એક એવો લડ્ડુ બનાવ્યો કે જેના વિશે જાણી તમે પણ હેરાન રહી જશો. આ લડુ 1265 કિલોનો છે અને આને અયોધ્યા રામ મંદિરમાં ચઢાવવામાં આવવાનો છે.

રામ મંદિરવાળી સિલ્ક બેડ શીટ : વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ આલોક કુમારે રામ મંદિર છપી એક બેડશીડ મંદિરના યજમાન અનિલ મિશ્રાને દાન કરી છે. અનિલ કુમારે જણાવ્યુ કે આ બેડશીટને તમિલનાડુના એક સિલ્ક નિર્માતાએ બનાવી છે. આ ઉપરાંત કશ્મીરથી આવેલ કેસર અને કાબુલનું પાણી પણ રામ મંદિરને મળનાર ગિફ્ટની લિસ્ટમાં સામેલ છે.

Shah Jina