રામ ભક્તો માટે આપણી ગુજરાત ગવર્મેન્ટ સ્પેશિયલ આસ્થા ટ્રેન દોડાવાઈ રહી છે. એવામાં આ આસ્થા ટ્રેનમાં એક રામભક્ત સાથે દુખદ સમાચાર સામે હતી. વડોદરામાં એક રામ ભક્ત રામલલ્લાના દર્શન કરે તે પહેલા જ તેમને મોત આવ્યું હતું.
આસ્થા ટ્રેનથી અયોધ્યા જતા વડોદરાના ભાવિકને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. રમણભાઈ પાટણવાડીયાનું હાર્ટ એટેક આવતા નિધન થયું છે. તેઓ ગત રોજ વડોદરાથી આસ્થા ટ્રેન મારફતે શહેરના ભક્તો સાથે અયોધ્યા જવા નીકળ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસે રમણભાઈને હાર્ટ એટેક આવ્ય હતો. ત્યારે રમણભાઈના મૃતદેહને લઇ કાર્યકરો વડોદરા આવવા રવાના થયા છે.
અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો છે. હાલ સમગ્ર દેશમાંથી અયોધ્યા તરફ જવા માટે જુવાળ પ્રગટ્યો છે અને લાખો ભક્તો રામલલ્લાના દર્શન કરવા આતુર છે. ત્યારે આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે
તે હેતુસર સરકાર દ્વારા ખાસ અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા પણ ભક્તોને રામ મંદિરના દર્શન કરાવવાની ઝુંબેશ ઉઠી છે. અલગ અલગ શહેરના નેતાઓ સ્થાનિકોને રામ મંદિર દર્શન માટે ખાસ આયોજન કરી રહ્યાં છે. ટ્રેનના S-13-49માં સવાર આ ભાઈ અને તેમના ગૃપ સહિત યાત્રીકોએ રાત્રે 10 વાગ્યા સુધી રામધૂન કરી હતી.
તે બાદ તમામ યાત્રાળુઓ સૂઇ ગયા હતા. મોડી રાત્રે ખંડવા રેલવે સ્ટેશન પહોંચવામાં પછી તે પૂર્વે રાત્રે લગભગ 12.5 વાગ્યાના સુમારે રમણભાઇ પાટણવાડીયા લઘુશંકા જવા માટે ઉઠ્યા હતા. બાથરૂમમાંથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન એકાએક તેઓને ચક્કર આવતા અન્ય એક યુવાન યાત્રીક જોઇ જતાં તેઓને પકડી લીધા હતા અને તેમને તેજ સ્થળે સુવાડી દીધા હતા.
એક વાત યાદ રાખજો કે જયારે પણ હાર્ટના કોઈ પાર્ટમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે ને પછી માણસનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.
ડરામણી વાત એ છે કે જ્યારે જીમમાં વર્કઆઉટ કરતા માણસ કે પછી ડાન્સ કરતી વખતે માણસને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.