દેશવાસીઓ માટે સારા સમાચાર, શરૂ થઇ ગયું રામ મંદિરનું નિર્માણ કાર્ય, ભરવામાં આવી રહ્યા છે પાયા, જાણો શું છે તાજી અપડેટ

હાલ સમગ્ર દેશમાં કોરોના સંક્ર્મણ ચાલી રહ્યું છે, પરંતુ આ વચ્ચે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. શ્રીરામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાય દ્વારા મંદિર નિર્માણ કાર્ય સાથે જોડાયેલી જાણકારી આપી. તેમને જણાવ્યું કે હાલમાં મંદિરના પાયા ભરાઈ રહ્યા છે.

ચમ્પત રાયનું કહેવું છે કે ઉત્તર પરદેશમાં અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર આઈઆઈટી ગુવાહાટીના ડાયરેક્ટર અને અનેક સંસ્થાનના ઇજનેરોની સલાહ સાથે સાથે નેશનલ જિયો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદની સલાહથી વિશેષજ્ઞોના પરામર્શના આધારે કામ કરવામાં આવી રહ્યું છે.

મયમંત્રી ચંપત રાય દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે સંસ્થાનોની શોધમાં એ પણ સામે આવ્યું કે ધરતીની નીચે બહુ જ મોટી માત્રામાં કાટમાળ છે અને તેમની સલાહ ઉપર તેને હટાવવામાં આવ્યો. મંદિરના પાયાને ભરવાનું કામ પથ્થરની ગિટ્ટી, પથ્થરના પાઉડર અને કોલસાની રાખોડી દ્વારા કરવામાં આવશે. જેને એનટીપીસી દ્વારા તૈયાર કરવામાં આવી છે.

જાણકારી પ્રમાણે મંદિરના નિર્માણ માટે 400 ફૂટ લાંબો, 300 ફૂટ ઊંડું ક્ષેત્ર મંદિર પરિસરની ચારેય તરફ ચિહ્નિત કરવામાં આવ્યું છે. ત્યાંથી કાટમાળ હટાવવામાં આવ્યો અને 45 ફૂટ નીચે ગાયબ યાદ શુદ્ધ રેતી પ્રાપ્ત થઇ છે.

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે બનાવવામાં આવતા પાયાની પહેલી તસવીર સામે આવી છે. પાયાનાં છ લેયર તૈયાર થઈ ગયાં છે. તાઉ-તે અને યાસ વાવાઝોડા-વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસથી અહીં કામ બંધ હતું, જે સોમવારથી ફરી શરૂ થયું છે.

આ ઉપરાંત ચંપત રાયે જણાવ્યું હતું કે 400 ફૂટ લંબાઈ અને 300 ફૂટ પહોળાઈ વિસ્તારમાં મંદિરનો પાયો બની રહ્યો છે. એમાં 44 લેયર બનાવવામાં આવશે. લેયર 12 ઈંચ જાડાઈનું બનાવવામાં આવી રહ્યું છે. રોલર ચલાવવાથી એ 2 ઈંચ દબાઈને 10 ઈંચ થઈ જાય છે. ત્યાર પછી બીજું લેયર તૈયાર કરવામાં આવે છે.

Niraj Patel