મુસ્લિમ નેતા સાથે લગ્ન કરીને આજે આવી દેખાય છે સલમાનની હિરોઈન, જુઓ PHOTOS
વર્ષ 2004માં આવેલી ફિલ્મ “ટાર્ઝન ધ વંડર કાર”માં ખૂબસુરતી અને અદાકારીથી લોકોનું દિલ જીતવાવાળી અભિનેત્રી આયશા ટાકિયા એકવાર ફરી ટ્રોલ થઇ ગઇ છે. વોન્ટેડ, શાદી નંબર 1, ડોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી આયશા ટાકિયાના હોઠો પર બબાલ મચેલી છે.
આયશાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે મિરર સામે ઊભા રહી તસવીર ક્લિક કરી રહી છે. આ વીડિયોમાં તેના હોઠ ઘણા મોટા લાગી રહ્યા છે અને તેનો ચહેરો પણ અજીબ લાગી રહ્યો છે.
આ વીડિયોને લઇને આયશા ટ્રોલિંગનો શિકાર થઇ છે. ટ્રોલર્સ આયશાને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, આયશાએ આ વીડિયો એટલા માટે પોસ્ટ કર્યો હશે કે તેને લાગ્યુ હશે કે આ વીડિયો જોઇ ચાહકો ખુશ થઇ જશે. પરંતુ આ વીડિયોને જોઇને તો ચાહકોનો ગુુસ્સો ફૂટી રહ્યો છે.
આયશાને તેના આ વીડિયોને કારણે ચાહકોના ગુસ્સાનો શિકાર થવું પડ્યુ છે. એક યુઝરે આયશાના આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યુ કે, શું થઇ ગયુ છે તને મેડમ. ત્યાં જ એક અન્ય યુુુઝરે લખ્યુ કે, આને તો તેનો ચહેરો જ બગાડી દીધો.
વર્ષ 2017માં આયશા એક કૈફેના લોન્ચમાં પહોંચી હતી. આ દરમિયાન તેની હોઠની સર્જરી સામે આવી હતી. આયશાની લિપ સર્જરીને કારણે તેનો ચહેરો બગડી ગયો છે અને લોકો તેની તુલના કાએલી જેનર સાથે કરી રહ્યા છે.
View this post on Instagram