પોતાના હોઠને કારણે ટ્રોલ થયેલી આયશા ટાકિયાએ આપ્યો કરારો જવાબ, કહ્યુ- તમે નથી જાણતા કે…

મુસ્લિમ નેતા સાથે લગ્ન કરીને આવું જીવન જીવી રહી છે ટાકિયા, ખુબસુરત હોઠ પર ટ્રોલ થઇ તો કહ્યું કે…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં “વોન્ટેડ ગર્લ” નામથી જાણિતી અભિનેત્રી આયશા ટાકિયા તેની ખૂબસુરતી માટે જાણિતી છે. પરંતુ ખૂબસુરત આયશા ટાકિયા ઘણીવાર તેની ફેશિયલ સર્જરીને લઇને ટ્રોલ થઇ ચૂકી છે. છેલ્લા દિવસોમાં તેને લિપ સર્જરી પર ઘણુ ટ્રોલ થવુ પડ્યુ હતુ. જેના પર હાલમાં જ અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે.

અભિનેત્રીનો પૂરી રીતે બદલાયેલ ચહેરો જોઇ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અને અજીબ ગરીબ સવાલ કરી રહ્યા છે. આયશા ટાકિયાની તસવીરો અને વીડિયો સામે આવા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. એક યુઝરે લખ્યુ કે, છી.. પોતાના ચહેરા સાથે તેણે શું કરી લીધુ. આ પહેલા ઘણી સુંદર હતી. ત્યાં જ બીજા એક યુઝરે લખ્યુ કે, તમે તમારો ચહેરો બરબાદ કરી લીધો.

તમને જણાવી દઇએ કે, અભિનેત્રી ઘણા સમયથી તેના બદલાયેલા ચહેરાને કારણે ટ્રોલિંગનો શિકાર થઇ રહી છે. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે, હું ખૂબ જ ટ્રોલિંગ સહન કરી રહી છું. લોકો કેટલીક વાર પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઇને ટ્રોલ થાય છે. હું તો બસ એ જ કહેવા માંગીશ કે બધા માણસ અલગ હોય છે અને તેમની પોતાની ખાસિયત હોય છે. લોકોને એ સમજવું જોઇએ.

છેલ્લે આયશા ટાકિયા વર્ષ 2011માં ફિલ્મ “મોડ”માં જોવા મળી હતી. વર્ષ 2017માં  ખબર આવી હતી કે અભિનેત્રી “બોરીવલી કા બ્રુસ લી” ફિલ્મથી કમબેક કરવાની છે. જો કે, આ બાબતે હજી કોઇ ખબર નથી.

સલમાન ખાનની અભિનેત્રી આયશા વર્ષ 2017માં એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહી હતી. આયશાનો ચહેરો તે  દરમિયાન લોકોને મોટો લાગી રહ્યો હતો અને તેના હોઠ પર ઘણા મોટા લાગી રહ્યા હતા. તેને જોઇને બધાને એવું લાગી રહ્ય હતુ કે તેણે લિપ સર્જરી કરાવી છે.

આયશા ટાકિયાના વર્કફ્રંટની વાત કરીએ તો, આયશાએ વર્ષ 2004માં ફિલ્મ “ટાર્ઝન ધ વંડર કાર”થી શરૂઆત કરી હતી. તે બાદ તે વોન્ટેડ, ટાર્ઝન, શાદી નંબર 1, ડોર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

Shah Jina