આ 10 વર્ષના બાળકે શિક્ષક સાથે માસૂમના જીવ બચાવ્યા, માથા પર બોટ હતી; તો પણ… જુઓ તસવીરો
Ayaan Statement Boat Tragedy : વડોદરામાં સર્જાયેલી બોટ દુર્ઘટનાએ 17 લોકોનો જીવ લઇ લીધો જેમાં માસુમ બાળકો પણ સામેલ હતા. વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકો પીકનીક મનાવવા માટે હરણી લેક પર આવ્યા
અને તેની બોટ રાઈડ તેમના જીવનની છેલ્લી રાઈડ બની ગઈ. આ ઘટનાને કારણે આખો દેશ આહત છે, ત્યારે આ ઘટનાને નજરે જોનારા અને જે બાળકો આ દુર્ઘટનામાં બચી ગયા છે તેમની આપવીતી સાંભળીને તો રૂંવાડા ઉભા થઇ જાય છે.
આયાને જણાવી હકીકત :
બોટમાં બેઠેલા બાળકમાં એક 5માં ધોરણમાં ભણતો 10 વર્ષનો અયાનખાન પઠાણ પણ સામેલ હતો. તે ન્યુ સનરાઈઝ સુલમાં અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરે છે. તેને જણાવ્યું કે સ્કૂલ તરફથી તેમને હરણી તળાવ ખાતે લાવવામાં આવ્યા હતા.
બોટીંગમાં બે રાઉન્ડ કરાવ્યા બાદ ત્રીજો રાઉન્ડ અંગ્રેજી મીડિયમના બાળકો હતો અને બોટની કેપિસિટી 14-15 લોકોને બેસવાની હતી તેમાં 30થી પણ વધારે લોકોને બેસાડવામાં આવ્યા.
માથામાં વાગી હતી બોટ :
જેમાંથી થોડા જ બાળકોને લાઈફ જેકેટ આપવામાં આવ્યા હતા. બોટ થોડી જ આગળ વધી હતી ત્યાં જ બોટમાં પાણી આવી ગયું અને અચાનક આખી બોટ પલટાઈ ગઈ. બધા જ પાણીમાં ગરકાવ થઇ ગયા.
હું ઉપર આવવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે જ મારા માથામાં બોટ વાગી, પરંતુ મેં હિંમત ના હારી અને નીચે ડૂબકી મારીને સાઈડમાંથી બહાર નીકળી ગયો હતો અને મારા મિત્રની મદદથી હું બહાર આવ્યો. અમે બંનેએ ભેગા થઈને ત્રણ બાળકોને બચાવ્યા.
શિક્ષિકા અને અન્ય બાળકોના બચાવ્યા જીવ :
બાળકે આગળ જણાવ્યું કે એક બાળકને અમે લાઈફ જેકેટ નાખીને બચાવ્યું ઉપરાંત અમારા શિક્ષક માનસી બેનને પણ અમે બચાવ્યા. જેના બાદ એક પેન્ડલ બોટ વાળો આવ્યો અને અમને કિનારે લઇ જતો હતો, અમે કહ્યું કે અમને કિનારા પર રાખો જેથી અમે બીજાને બચાવી શકીએ, પરંતુ તે માન્યો નહિ અને અમને કિનારે ઉતર્યા બાદ ત્યાંથી ક્યાંક જવા ના દીધા.
તેને એમ પણ જણાવ્યું કે મારી પાસે પણ લાઈફ જેકેટ નહોતું, પરંતુ મને તરતા આવડતું હતું, મારા મામાએ મને તરતા શીખવ્યું હતું જેથી મારો જીવ બચી ગયો.