સુપરમેનની જેમ હવામાં ઉછાળીને અક્ષર પટેલે ઝડપ્યો કેચ, જોઈને કોમેન્ટેટર પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

ઓસ્ટ્રેલિયાના સપનાઓ પર પાણી ફેરવી દીધું અક્ષર પટેલના આ કેચે, એવો હવામાં ઉછળીને કેચ ઝડપ્યો કે લોકોના મોઢા ખુલ્લા રહી ગયા, જુઓ વીડિયો

Axar Patel Takes One Handed Catch  : ICC T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8 મેચમાં અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામે મિશેલ માર્શનો આશ્ચર્યજનક કેચ લીધો હતો. અક્ષર પટેલે કુલદીપ યાદવના બોલને એક હાથે કેચ કર્યો હતો. માર્શની આ વિકેટથી જ ટીમ ઈન્ડિયા મેચમાં વાપસી કરી શકી હતી. કુલદીપ યાદવ સામે ઈનિંગની 9મી ઓવરના છેલ્લા બોલ પર મિશેલ માર્શે ખૂબ જ જોરદાર શોટ માર્યો હતો, બોલ લગભગ બાઉન્ડ્રીને પાર કરી ગયો હતો, પરંતુ અક્ષર પટેલે હવામાં કૂદીને માત્ર એક હાથથી કેચ પકડ્યો હતો.

મિશેલ માર્શની આ વિકેટ ભારતીય ટીમ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. કારણ કે માર્શ આઉટ થતા પહેલા ટ્રેવિડે હેડ સાથે મેચમાં પકડ બનાવી ચુક્યા હતા. ત્યાં સુધીમાં બંને વચ્ચે બીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી થઈ હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને કોઈપણ ભોગે વિકેટની જરૂર હતી, જે કુલદીપ યાદવના બોલ પર અક્ષર પટેલના પ્રયાસને કારણે શક્ય બન્યું હતું. અક્ષર પટેલે સુપરમેનની જેમ હવામાં ઉછળીને કેચ લીધો જેને જોઈને કોમેન્ટેટર પણ હેરાન રહી ગયા હતા.

ઓસ્ટ્રેલિયા સામેની આ સુપર-8 મેચમાં ભારતે 24 રને જીત મેળવી હતી. મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 205 રન બનાવ્યા હતા. બેટિંગમાં ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માએ 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ભારતીય ટીમના 205 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત બહુ સારી રહી ન હતી.

ડેવિડ વોર્નર સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ આ પછી ટ્રેવિસ હેડે જોરદાર શોટ માર્યા હતા. જોકે, અંતે ટીમ ઈન્ડિયાએ અર્શદીપ સિંહની ત્રણ વિકેટ અને કુલદીપ યાદવે બે વિકેટ લેવાની મદદથી ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળતા મેળવી હતી. આ રીતે ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ટીમ હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Niraj Patel