દુલ્હનના લુકમાં અવનીત કૌરે મચાવી ધમાલ, પેસ્ટલ લહેંગામાં ચોરી લીધા ફેન્સના દિલ

પોતાની બોલ્ડ અને સ્ટાઇલિશ અદાઓથી જાણીતી અભિનેત્રી અવનીત કૌર ફરી એકવાર ચર્ચામાં છે. અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી અવનીતે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક નવું ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં તે એક સુંદર દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. તેના આ લેટેસ્ટ લુક પર ચાહકો ફિદા થઈ ગયા છે.


વાયરલ થઈ રહેલી તસવીરોમાં અવનીતે ખૂબ જ સુંદર પેસ્ટલ રંગનો લહેંગા પહેર્યો છે. આ લહેંગાની સાથે તેણે અત્યંત સ્ટાઇલિશ બ્લાઉઝ અને મેચિંગ દુપટ્ટો કેરી કર્યો છે, જે તેને એક ક્લાસી અને એલિગન્ટ લુક આપી રહ્યો છે.


પોતાના આ બ્રાઇડલ લુકને કમ્પ્લીટ કરવા માટે અવનીતે સિલ્વર જ્વેલરીનો ઉપયોગ કર્યો છે. તેણે ભારે ઈયરરિંગ્સ અને હાથમાં ગુલાબી બંગડીઓ પહેરી છે. ખાસ વાત એ છે કે, આટલા હેવી આઉટફિટ સાથે તેણે મેકઅપ ખૂબ જ ‘મિનિમલ’ (હળવો) રાખ્યો છે અને આકર્ષક હેરસ્ટાઇલ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.

અવનીત કૌરની સોશિયલ મીડિયા પર જબરદસ્ત લોકપ્રિયતા છે, ઇન્સ્ટાગ્રામ પર તેના ૩૧ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેના આ ડિફરન્ટ પોઝ અને કાતિલ સ્મિત જોઈને ચાહકો કોમેન્ટ સેક્શનમાં વખાણના પુલ બાંધી રહ્યા છે. હંમેશની જેમ આ ફોટા પણ થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે.

Previous Article

મંગળનું રાશિ પરિવર્તન સર્જી રહ્યો છે રાજયોગ ! આ 3 રાશિના જાતકો માટે સુવર્ણ સમયની શરૂઆત: વિદેશ પ્રવાસથી લઈને આર્થિક મજબૂતીના યોગ!

Next Article

23 એપ્રિલ આજનું રાશિફળ: રવિ પુષ્ય નક્ષત્ર અને ગજકેસરી યોગનો સંયોગ, આ રાશિવાળા પર થશે લક્ષ્મીજીની અસીમ કૃપા!

error: Unable To Copy Protected Content!