મુંબઈના બાંદ્રામાં આવેલા સલમાન ખાનના ઘર ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’માં 18 મેના રોજ અચાનક એક મોટો સાપ નીકળતાં રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. કાર પાર્કિંગ વિસ્તારમાં શટર નજીક સાપ દેખાતાં જ સુરક્ષા ગાર્ડ્સે મુંબઈ પોલીસ અને સ્નેક રેસ્ક્યુઅર વિકી દુબેને બોલાવ્યા હતા. ભારે જહેમત બાદ સાપને સુરક્ષિત રીતે પકડી લેવાયો છે. રાહતની વાત એ છે કે આ સાપ ‘ધામણ’ (બિનઝેરી) હતો અને કોઈને નુકસાન થયું નથી. વન વિભાગને પણ આ અંગે જાણ કરી દેવાઈ છે.

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના મુંબઈ સ્થિત નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 18 મેના રોજ એક અણધાર્યો મહેમાન આવી ચઢતાં સોસાયટીના રહીશો અને સુરક્ષા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. બિલ્ડિંગના કાર પાર્કિંગ એરિયામાં આવેલા એક શટર નજીક અચાનક મોટો સાપ દેખાતાં જ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સલમાન ખાન પોતાના પરિવાર સાથે આ જ બિલ્ડિંગમાં રહેતો હોવાથી સુરક્ષા ગાર્ડ્સ તાત્કાલિક એક્શનમાં આવી ગયા હતા.

ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફરજ પર તહેનાત પોલીસ કોન્સ્ટેબલ મનોજ કટ્ટેએ આ ઘટનાની ગંભીરતાને જોઈને કોઈપણ વિલંબ વગર સ્થાનિક સ્નેક રેસ્ક્યુઅર વિકી દુબેને તરત જ જાણ કરી હતી. માહિતી મળતાં જ વિકી દુબે મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાર્કિંગ વિસ્તારમાં કાળજીપૂર્વક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે પોતાના કાબૂમાં લીધો હતો.
#Mumbai में @BeingSalmanKhan के घर गैलेक्सी अपार्टमेंट के पास साँप मिला..घर पर मौजूद सिक्योरिटी ने एक सर्प मित्र को बुलाया..और “धमण ब्रीड” के सांप को रेस्क्यू किया..साँप दिखने से कुछ देर के लिए वहा अफरा-तफरी मच गई #Salman@TNNavbharat @MumbaiPolice pic.twitter.com/zSdZFqIB5y
— Atul singh (@atuljmd123) May 19, 2026
આ ઘટના દરમિયાન મુંબઈ પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને સુરક્ષાના ભાગરૂપે તે વિસ્તાર પર ખાસ નિયંત્રણ જાળવી રાખ્યું હતું. રાહતની વાત એ રહી કે પકડાયેલો સાપ ‘ધામણ’ (Indian Rat Snake) પ્રજાતિનો હતો, જે સામાન્ય રીતે બિનઝેરી હોય છે. આ ઘટનામાં સદનસીબે કોઈને પણ ઈજા કે નુકસાન પહોંચ્યું નથી. સમગ્ર ઓપરેશન શાંતિપૂર્ણ રીતે પૂરું થયા બાદ બાંદ્રા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ડાયરી નોંધવામાં આવી છે અને વન વિભાગના કંટ્રોલ રૂમને પણ વિગતવાર જાણ કરી દેવાઈ છે.