અમદાવાદમાં બેફામ રિક્ષા ચલાવી યુવકે લોકોના જીવ મૂક્યા જોખમમાં, રસ્તા પર ખુલ્લેઆમ છરી બતાવનાર શખ્સ સામે કાર્યવાહી…જુઓ વીડિયો

અમદાવાદમાં લુખ્ખાઓએ મચાવી રસ્તા પર ધમાલ, વીડિયો વાયરલ થયા બાદ પોલિસે શીખવાડ્યો સબક, શાન ઠેકાણે લાવી દીધી

અમદાવાદ : બેફામ રિક્ષા ચાલકે જોખમમાં મૂક્યા લોકોના જીવ, પાછળ બેઠેલા બે શખ્સે બતાવી છરી રસ્તા પર રોલો પાડવો ભારે પડ્યો- જુઓ વીડિયો

ગુજરાતમાંથી ઘણીવાર લુખ્ખાતત્વોના આતંકના વીડિયો અને ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલમાં જ અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો ડર ન હોય એવો વીડિયો સામે આવ્યો. પૂર્વ વિસ્તારમાં એક યુવકે બેફામ રીતે રિક્ષા ચલાવી અને પાછળ બેસેલા બે શખ્સે લટકીને ખુલ્લેઆમ રસ્તા વચ્ચે છરી બતાવી લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો. ત્યારે આ અંગેનો વીડિયો પાછળથી આવી રહેલ કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.જે બાદ ટ્રાફિક-પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીની ધરપકડ કરી.

વીડિયોમાં જોઇ શકાય છે કે રિક્ષાચાલાક પૂરપાટ ઝડપે સર્પાકાર રિક્ષા એક ટ્રેક્ટર અને મિની ટેમ્પોની વચ્ચેથી નીકાળે છે અને એ પણ જોખમી રીતે ઓવરટેક કરીને. જે પછીથી આગળ જતાં રિક્ષામાં પાછળ બેઠેલા બે શખ્સ બહાર લટકી છરી બતાવી રહ્યા છે. આ બંને લોકોમાં ડરનો માહોલ ઊભો કરી રહ્યા હોય એવું લાગી રહ્યુ છે. નિરાંત ચાર રસ્તાથી વસ્ત્રાલ ચાર રસ્તા તરફ જઇ રહેલ રિક્ષાચાલકે આસપાસના વાહનચાલકોના જીવ જોખમમાં મુક્યા હતા.

જણાવી દઇએ કે, વીડિયો વાયરલ થયા બાદ આઇ ડિવિઝન ટ્રાફિક-પોલીસે વીડિયોના આધારે ગુનો નોંધ્યો અને રિક્ષાની નંબર પ્લેટના આધારે પોલીસ રિક્ષામાલિક સુધી પહોંચી. પોલીસે અમરાઈવાડીમાં રહેતા 19 વર્ષિય ઉદય ગોસ્વામી કે જે રિક્ષાચાલક છે તેની ધરપકડ કરી છે. આ ઉપરાંત રિક્ષામાં પાછળ જે 2 અન્ય યુવકો હતા તેને પણ શોધીને જેલ હવાલે કર્યા છે. કાર્યવાહી બાદ પોલિસે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી લખ્યુ- સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયેલ,

જેમાં એક રિક્ષા ચાલક પોતાની ઓટો રિક્ષાને સરેઆમ જાહેર રોડ પર પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે પુર ઝડપે અને ગફલતભરી રીતે સ્ટંટ કરતો હોય તેમ ચલાવતો હતો. અને રિક્ષાની પાછળ બેસેલ બે ઇસમો ચાલુ રિક્ષામાંથી બહાર નીકળી હાથમાં છરી રાખી હવામાં ફેરવતા હતા. આ બનાવ ગંભીર પ્રકારનો હોય આ રિક્ષા ચાલક તથા સાથીદારોને શોધીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Shah Jina