Scripted Video: રસ્તામાં રીક્ષા થઇ ગઈ ખરાબ, અંદર દર્દથી પીડાઈ રહી હતી ગર્ભવતી મહિલા, ત્યારે જ ભગવાન બનીને આવી આ નાની બાળકી? જુઓ Scripted વીડિયો

નોંધ : જન જાગૃતિ ફેલાવવા માટે આ Scripted વીડિયો બનાવ્યો છે એવું કારણ હાલ સામે આવી રહ્યું છે.

આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે નાના બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે. ક્યારેક તેની ઝલક પણ જોવા મળે છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવી જ માસુમ બાળકીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ગર્ભવતી મહિલા માટે આ બાળકી ભગવાન બનીને આવેલી જોવા મળી રહી છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે રોડના કિનારે ઉભેલી એક પીળા રંગની ઓટો રિક્ષામાં એક ગર્ભવતી મહિલા બેઠી છે. આ મહિલા દર્દથી કણસતી જોવા મળી રહી છે. રીક્ષા ખરાબ થવાના કારણે તે હોસ્પિટલ પહોંચી શકે તેમ નથી. આ વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે કે “ગર્ભવતી મહિલા હોસ્પિટલ જઈ રહી હતી, ત્યારે જ રસ્તામાં તેની રીક્ષા ખરાબ થઇ ગઈ”

વીડિયોમાં તમે જોઈ રહ્યા છો કે મહિલા દર્દથી કણસી રહી છે અને રીક્ષા ડ્રાઈવર બહાર મદદ માટે લાચાર બનીને રસ્તા ઉપરથી પસાર થઇ રહેલી રીક્ષા, ગાડીઓ અને આવનાર અન્ય વાહનો સામે હાથ ઊંચો કરીને મદદ માંગી રહ્યો છે. પરંતુ કોઈ તેની મદદે આવતું નથી.

આ બધા વચ્ચે જ એ કે બીએમડબ્લ્યુ કાર આવીને ત્યાં રોકાય છે. જેમાંથી એક નાની બાળકી નીકળે છે. જે સ્કૂલ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ બાળકી તરત ગાડીમાંથી ઉતરી અને ગર્ભવતી મહિલા પાસે જાય છે અને તેના બાદ તે તરત ગાડી તરફ દોડી તેમાંથી પાણીની બોટલ લાવી અને મહિલાને પાણી પીવા માટે આપે છે.

જેના બાદ બાળકી કાર પાસે જાય છે અને એક વ્યક્તિને બોલાવીને બહાર લાવે છે. તે વ્યક્તિ ફોન ઉપર વાત કરતો કરો બહાર આવે છે અને તે પણ મહિલાની પરિસ્થિતિ સમજતા તેને કારની અંદર સુવડાવી હોસ્પિટલ લઇ જાય છે. આ દરમિયાન રીક્ષા ડ્રાઈવર પણ હાથ જોડી અને તેમનો આભાર વ્યક્ત કરી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ બાળકીના કામની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે, ઘણા લોકોનું કહેવું છે કે પૈસાવાળાની દીકરી હોવા છતાં પણ તેનામાં માનવતા છે. તો ઘણા લોકો આ વીડિયોને સ્ક્રિપ્ટેડ પણ કહી રહ્યા છે, તો તેના ઉપર પણ લોકોનું કહેવું છે કે ભલે આ વીડિયો સ્ક્રિપ્ટેડ હોય પરંતુ તેમાં ખુબ જ સારો સંદેશ આપવામાં આવ્યો છે.

Niraj Patel