આ વિદેશી દિગ્ગજ ક્રિકેટર સાથે થયો ગમખ્વાર અકસ્માત, 15 મીટર સુધી ઘસેડાઈ બાઈક, દીકરો પણ હતો સાથે

છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ખબરો સામે આવતી રહે છે, ઘણા સેલેબ્રિટીઓ પણ ઘણીવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે, ત્યારે હાલ ખબર ઓસ્ટ્રેલિયાથી આવી રહી છે. જ્યાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વોર્નને અકસ્માત નડ્યો છે. તે તેના દીકરા જેક્સન સાથે મેલ્બર્નમાં 300 કિલોગ્રામ ભાર વાળી એક બાઈકની સવારી કરી રહ્યા હતા.

આ અકસ્માતમાં શોન વોર્નને ગંભીર ઈજાઓ નથી આવી. તેમના થાપા, ઘૂંટણ અને ઢાંકણીમાં ઈજાઓ આવી છે. જો કે તેમના દીકરા વિશેની હજુ જાણકારી નથી મળી રહી. મીડિયા રિપોર્ટ અનુસાર શોન વોર્ન દીકરા જેક્સન સાથે બાઈકની સવારી કરી રહ્યો હતો . જયારે તે પડ્યો ત્યારે 15 મીટરથી પણ વધારે સુધી ઘસડાયો.

આ દુર્ઘના બાદ વોર્ને કહ્યું… “હું થોડો દર્દમાં, ઈજાગ્રસ્ત અને બહુ જ દુઃખી છું.” વોર્નને વધારે ઈજાઓ નથી પહોંચી પરંતુ બીજા દિવસે તેને વધારે દુખાવો હતો. 52 વર્ષીય શેન વોર્ને આ ડરથી જ હોસ્પિટલમાં વિઝીટ કરી હતી કે કદાચ તેનો પગ તૂટી ગયો હોય, કે તેના થાપામાં ફેક્ચર તો નથી આવ્યું ને ?


ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર પાસે હજુ આવનારી એશેજ સિરીઝમાં કોમેન્ટ્રી કરવાની આશા છે. જે 8 ડીસેમબરથી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ગાબામાં શરૂ થવાની છે. તમને જણાવી દઈએ કે શેન વોર્ન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર છે. વોર્ને 145 ટેસ્ટ મેચમાં 2.65ના ઈકોનોમી રેટથી 708 વિકેટ લીધી છે. એનાથી વધારે મુરલીધરનના નામે 800 વિકેટ છે. વોર્ન 38 વાર 5થી વધારે વિકેટ લેનાર બોલર પણ બની ગયો છે. વોર્ને 194 વનડે મેચમાં 4.25ના ઈકોનોમી રેટથી 293 વિકેટ લીધી છે.

Niraj Patel