ટીવીની આ અભિનેત્રી બનશે ગુજરાતની વહુ, રાજકોટના બિઝનેસમેન સાથે ચાલી રહ્યું છે અફેર, ગીરના જંગલમાં સાથે મોજ કરતી તસવીરો કરી શેર, જુઓ
Asmita Sud Fall In Love : બોલીવુડના કલાકારોની જેમ ટીવીના કલાકારો પણ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ઘણા બધા ટીવી કલાકારો છે જેમનું ફેન ફોલોઇંગ પણ લાખોમાં છે. ત્યારે તેમના અભિનયની સાથે સાથે તેમના અંગત જીવનને લઈને પણ તે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલ ટીવી જગતની એક અભિનેત્રી તેના પ્રેમ સંબંધને લઈને ચર્ચામાં આવી છે અને ખાસ વાત એ છે કે આ કનેક્શન ગુજરાતના રાજકોટ સાથે જોડાયેલું છે.
“બદતમીઝ દિલ” અને “દિલ હી તો હૈ” જેવી સિરિયલોથી પોતાની ખાસ ઓળખ ઊભી કરનાર અસ્મિતા સૂદે ટીવીની દુનિયામાં પગ મૂકતાની સાથે જ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. ગયા વર્ષે તેણે “દંગલ” ટીવીના શો ‘જનમ જનમ’થી કમબેક કર્યું હતું. આ દરમિયાન અભિનેત્રી પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં આવી ગઈ છે. અસ્મિતાને વાસ્તવિક જીવનમાં તેનો પ્રેમ મળ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અસ્મિતા સૂદને તેનો પ્રેમ મળી ગયો છે. ગુજરાતના રાજકોટમાં રહેતા બિઝનેસમેન સિદ્ધ મહેતા પર અસ્મિતા સૂદનું દિલ આવી ગયું છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સિદ્ધ મહેતા પણ અસ્મિતાને મળવા મુંબઈ આવતા રહે છે. નોંધનીય છે કે અભિનેત્રીએ પોતે ઇન્ટરવ્યુમાં તેમના સંબંધોની પુષ્ટિ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અસ્મિતા અને સિદ્ધ જુલાઈથી એકબીજાને ઓળખે છે. જો કે, લવબર્ડ્સ તરીકે, તેઓને તાજેતરમાં જ એકબીજાની કંપની મળી છે. અસ્મિતાએ માહિતી આપી હતી કે બંને કામના સંબંધમાં પહેલીવાર મળ્યા હતા. આ દરમિયાન તેઓ એકબીજાને ઓળખતા થયા. અભિનેત્રી કહે છે કે બંને એકબીજાને સારી રીતે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અસ્મિતાએ કહ્યું કે પ્રેમમાં પડવું મારા માટે એક શાનદાર અનુભવ રહ્યો છે. અમે બંને ખૂબ ખુશ છીએ. અમને એકબીજા સાથે સમય પસાર કરવો પણ ગમે છે. લગ્ન વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર અસ્મિતાએ કહ્યું કે આ વિશે વિચારવું ખૂબ જ ઉતાવળ કહેવાશે. અત્યારે અમે બંને એકબીજાને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.
તેણે આગળ જણાવ્યું કે અમારો ચોક્કસપણે લગ્ન કરવાનો ઈરાદો છે. તેથી જ અમે સંબંધમાં છીએ. અત્યારે હું પ્રેમમાં હોવાની ક્ષણ અનુભવી રહી છું. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેને સિદ્ધ મહેતાનો ડાઉન ટુ અર્થ સ્વભાવ પસંદ છે. તે ખૂબ જ પ્રમાણિક છે. અમે બંને નાના શહેરોના છીએ, જેના કારણે અમારા વિચારો એકદમ સરખા છે.