‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લગભગ 15 વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ વર્ષોમાં દિશા વાકાણી, ભવ્ય ગાંધી, શૈલેષ લોઢા અને નેહા મહેતા સહિત કેટલાક કલાકારોએ પણ શો છોડી દીધો છે. હાલમાં જ કેટલાક સમય પહેલા ટપ્પુનો રોલ પ્લે કરનાર રાજ અનડકટે પણ શો છોડી દીધો અને તેની જગ્યાએ હવે નીતીશ ભાલૂની શોમાં જોવા મળી રહ્યો છે. મેકર્સ શો છોડી જનારા કલાકારોની જગ્યાએ નવા કલાકાર પણ લઇને આવી રહ્યા છે, પણ હજુ સુધી દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ નથી થયુ.
દિશા વાકાણીએ શોમાં દયાબેનના પાત્રમાં એવો જીવ ફૂંકી દીધો છે કે મેકર્સને પણ દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ શોધતા પરસેવો છૂટી ગયો છે. દિશા વર્ષ 2017માં મેટરનીટી લીવ પર ગઇ હતી અને તે બાદથી તે આજ સુધી શોમાં પાછી ફરી નથી. તેની વાપસીને લઇને ઘણી અપડેટ સામે આવે છે અને શોના પ્રોડ્યુસર અસિત મોદી પણ ઘણીવાર દયાબેનના પાત્ર અને દિશા વાકાણી વિશે વાત કરી ચૂક્યા છે. ત્યારે અસિત મોદીએ હાલમાં જ એક ખાસ વાતચીતમાં મીડિયાને જણાવ્યુ કે, શો છોડનાક અભિનેતા મેકર્સ માટે ચિંતાનો વિષય બની ગયા છે.
અસિત મોદીએ આગળ કહ્યુ કે, આ સાચેમાં ઘણો મોટો પડકાર છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, ભલે તે અભિનેતાઓના પાછળ રહેવા માટે મહેનત કરી લે પણ જો તેઓ આગળ વધવાનો નિર્ણય કરે છે તો કંઇ ન કરી શકાય. અસિત મોદીએ શો છોડી જનાર કલાકારો પર અપ્રત્યક્ષ રૂપથી કટાક્ષ કર્યો, જેણે શોને વચ્ચે છોડી દીધો અને કહ્યુ કે લોકો ઘણીવાર ત્યારે છોડી દે છે જ્યારે તે મહેનત કરી થાકી જાય છે.
ત્યાં દિશા વાકાણી વિશે વાત કરતા તેમણે કહ્યુ કે, તે દયાબેનની વાપસી વિશે સવાલોના જવાબ આપતા થાકી ગયા છે. અસિત મોદીએ કહ્યુ કે, તેમને ચાહકોના સવાલના જવાબ આપવા પડે છે કારણે કે તે શોના પ્રોડ્યુસર છે. તેમણે દિશા વાકાણીને પોતાની બહેન પણ કહી અને કહ્યુ કે જો તે પાછી ફરવાનો નિર્ણય લે છે તો તેમને સૌથી વધારે ખુશી થશે.તેમણે કહ્યુ કે, દિશા વાકાણીને રિપ્લેસ કરવાનો ડર નથી, તે આ પાત્ર માટે પરફેક્શન શોધી રહ્યા છે.
દિશા વાકાણીની જગ્યા કોઇ ન લઇ શકે. તેનું પરફોર્મન એટલું સારુ હતુ, અમે તેમના જેવી એક્ટ્રેસ શોધી રહ્યા છે, જે લોકોને પોતાવા અંદાજથી પ્રભાવિત કરી શકે. હોઇ શકે કે એમાં સમય લાગે પણ દયાબેન જલ્દી બધાની સામે હશે. દિશા મારી બહેન જેવી છે અને તે પરિવાર સાથે સમય વીતાવી રહી છે, તેમના બે બાળકો છે, હું કામ માટે તેમને ફોર્સ નથી કરી શકતો.