શાહરૂખ ખાનના લાડલા આર્યન ખાને નશાની હાલતમાં એરપોર્ટ પર કર્યો પેશાબ ? જાણો આ વાયરલ સમાચારનું સત્ય

ગયા વર્ષે એટલે કે વર્ષ 2021માં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડગ લેવાના આરોપમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આર્યનને લગભગ 1 મહિનો જેલમાં પણ રહેવું પડ્યું હતું. હવે આર્યન ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દેખાઈ રહેલ વ્યક્તિ આર્યન ખાન જેવો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ નશાની હાલતમાં અમેરિકાના એરપોર્ટ પર પેશાબ કરતો જોવા મળે છે.

સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોમાં જોવા મળેલા વ્યક્તિને આર્યન ખાન કહી રહ્યા છે અને આ વીડિયો શેર કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને ઘણા લોકો આર્યન ખાનને ટ્રોલ કરી રહ્યા છે. જો કે, કેટલાક લોકો એવા છે કે જેઓ આર્યન ખાનના નામને બદનામ કરવા પર વાંધો ઉઠાવી રહ્યા છે. જો કે, હકીકત એ છે કે જાહેરમાં પેશાબ કરનાર આ વ્યક્તિ આર્યન ખાન નથી પરંતુ પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ ‘ટ્યુબલાઇટ’માં કામ કરનાર એક્ટર બ્રોન્સન પેલેટિયર છે.

આ વીડિયો વર્ષ 2012નો છે જ્યારે બ્રોન્સને લોસ એન્જલસ એરપોર્ટ પર નશાની હાલતમાં જાહેરમાં પેશાબ કર્યો હતો. જણાવી દઈએ કે આર્યન ખાનની NCB દ્વારા 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. આ પછી આર્યન ખાન લગભગ 1 મહિના સુધી આર્થર રોડ જેલમાં રહ્યો. બાદમાં બોમ્બે હાઈકોર્ટે આર્યનને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. વર્ષ 2021માં આર્યન ખાન ગૂગલ પર બીજા નંબરની સૌથી વધુ સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી બની ગયો હતો.

Kashyap Kumbhani