IPL 2022: આર્યન ખાન સાથે મેદાનમાં જોવા મળી મિસ્ટ્રી ગર્લ, લોકોએ કહ્યું, કોણ છે આ સુંદર હસીના

IPL 2022ની શરૂઆત કોલકાતા માટે શાનદાર રહી છે. પહેલી મેચમાં જ કોલકાતાએ સીએસકેને હરાવીને સારી શરૂઆત કરી છે. જો કે કોલકાતાની જીતની ચર્ચા કરતા આ મેચમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ચર્ચા વધુ થઈ રહી છે. હકિકતમાં આર્યન ખાન જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યો ત્યારે તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ પણ હતી. હાલમાં તેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આર્યન ખાન અને આ મિસ્ટ્રી ગર્લની તસવીર ખુબ વાઈરલ થઈ રહી છે. હવે સૌના મનમાં એક જ સવાલ છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે.

તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો માલિક શાહરુખ ખાન હાલમાં પોતાની ફિલ્મ પઠાણનું શૂટિંગ સ્પેનમાં કરી રહ્યો છે. તેથી કોલાકાતની ટીમનું મનોબળ વધારવા માટે તેમનો પુત્ર આર્યન ખાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર એક છોકરી સાથે આર્યન ખાનની તસવીર વાઈરલ થઈ રહી છે.

જો કે દર વર્ષે આર્યન ખાન સાથે જુહી ચાવલાની દીકરી સ્ટેડિયમમાં જોવા મળતી હતી. કારણ કે જુહી ચાવલા પર કોલકાતાની ટીમમાં પાર્ટનર છે. જો કે આ વખતે આર્યન ખાન સાથે જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હવે આ છોકરી કોણ છે તેને લઈને સસ્પેન્સ બરકરાર છે. આર્યન ખાને બ્લેક કલરની ટીશર્ટ પહેરી હતી જ્યારે તેની સાથે જોવા મળતી છોકરીએ વ્હાઈટ કલરની ટીશર્ટ પહેરી હતી. લોકો આ મેચમાં કોલકાતાના નવા કેપ્ટન શ્રેયસ અય્યરની વાત કરવાને બદલે આ મિસ્ટ્રી ગર્લ વિશે જ ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

શાહરુખ ખાનની સાથે સાથે જુહી ચાવલા પણ કેકેઆરની કો ઓનર છે. તે પણ ક્યારેય ક્યારેક મેચ જોવા મેદાનમાં આવે છે. શાહરુખ ખાનની કેકેઆરની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિગ્સ સાથે હતી. આ મેચમાં ચેન્નાઈ સામે કેકેઆરનું પલડું ભારે રહ્યું હતું. જો કે ચેન્નાઈની કેપ્ટન્સી છોડનાર ધોનીએ આ મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારીને સૌનું દિલ જીતી લીધું હતું. તેણે શરૂઆત ધીમી કરી હતી પરંતુ જેવો તે સેટ થઈ ગયો પછી બાઉન્ડ્રી ફટકારી હતી.

આર્યન ખાનની વાત કરીએ તો ગયા વર્ષે ડ્રગ્સ કેસમાં ફસાયો હતો. ત્યાર બાદ તે થોડા સમય માટે જેલમાં પણ રહ્યો હતો. હાલમાં તે જામીન પર બહાર છે. તો બીજી તરફ શાહરુખ ખાનની વાત કરીએ તો આ સમય તેના કેરિયર માટે ઘણો ક્રુશિયલ છે. તેમની ફિલ્મ પઠાણ વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં રિલીઝ થશે. આ ફિલ્મની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ શાહરુખ ખાને તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમા તે પોતાના એબ્સ ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો.

YC