મુંબઇ ક્રૂઝ પાર્ટી કેસ સાથે જોડાયેલા આર્યન ખાન કેસમાં નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. રોજ રોજ અનેક નવા ખુલાસા થઇ રહ્યા છે અને હવે તો આ મામલે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પણ ફસાતા જોવા મળી રહ્યા છે. આર્યન ખાન કેસના સાક્ષી પ્રભાકર સેલે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયાની વસૂલીનો આરોપ લગાવ્યો છે. NCBએ આ માહિતી કોર્ટને આપી છે. આ કેસ સંબંધિત બે સોગંદનામા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એક એફિડેવિટ NCB વતી છે, જ્યારે બીજી વાનખેડે વતી ફાઇલ કરવામાં આવી છે.
એનડીપીએસ કોર્ટમાં એનસીબી દ્વારા દાખલ કરવામાં આવેલી કાઉન્ટર એફિડેવિટમાં, એજન્સીએ કહ્યું છે કે સાક્ષી ફરી ગયો છે. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને એનસીબીના વકીલ એનડીપીએસ કોર્ટમાં પહોંચ્યા અને બે એફિડેવિટ દાખલ કરવામાં આવી. એકમાં પંચના ફરવાને લઇને NCB તરફથી વાત કરવામાં આવી તો બીજામાં પોતે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ફરી ગયેલ પંચના બહાને પોતાના પર દાબણ બનાવવાનો આરોપ લગાવ્યો છે.
સમીર વાનખેડેએ એફિડેવિટમાં કોર્ટને વિનંતી કરી છે કે તે તેમને ધમકી આપવાના અને તપાસમાં અવરોધ ઉભો કરવાના પ્રયાસોની નોંધ લે, તો બીજી તરફ, NCBની એફિડેવિટમાં, સાક્ષી ફરી ગયો છે અને કેટલાક લોકો દ્વારા પ્રભાવનો ઉપયોગ કરીને તેની સાથે છેડછાડ કરી તપાસ કરી હોવાનું જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે મુંબઈ ક્રૂઝ ડગ કેસે રવિવારે પ્રભાકર સેલ નામના સ્વતંત્ર સાક્ષીના આરોપ સાથે નવો વળાંક લીધો હતો.
પ્રભાકર સેલે દાવો કર્યો હતો કે 3 ઓક્ટોબરના રોજ આર્યનને એનસીબી ઓફિસમાં લાવ્યા બાદ, તેણે ગોસાવીને ફોન પર ડિસૂઝા નામના વ્યક્તિ સાથે 25 કરોડ રૂપિયાની માંગણી કરતા અને 18 કરોડમાં કેસ ઠીક કરતા સાંભળ્યા હતા. સમીર વાનખેડેને 8 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. સેલે મીડિયાને જણાવ્યું કે NCB અધિકારીઓએ તેમને 9થી 10 કોરા કાગળો પર સહી કરવાનું પણ કહ્યું હતું. જો કે, NCBના અધિકારીએ આ આરોપોને “સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા.