એરપોર્ટ પર બહેન સુહાના ખાન સાથે સ્પોટ થયો આર્યન ખાન, પોતે જ ઉઠાવી બેગ, ચાહકો બોલ્યા- નબીરો અબ્બા શાહરૂખ પર ગયો છે
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના બાળકો સુહાના ખાન અને આર્યન ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સુહાના સફેદ જોગર્સ અને ક્રોપ્ડ ટોપ સાથે જેકેટમાં જોવા મળી હતી, જ્યારે આર્યન ગ્રે સ્વેટશર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન આર્યન જાતે જ સામાન લઈને જતો જોવા મળ્યો હતો. તેની સાથે સામાનમાં ગિટાર બેગ અને બીજી પણ બેગ હતી.
આ વીડિયો જોયા બાદ ચાહકો આર્યનના જોરદાર વખાણ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર એકે કોમેન્ટ કરી, “તેને તેનો સામાન લઈને જતા જોઈને આનંદ થયો.” અન્ય ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજીસ શેર કર્યા છે. ટ્રિપ પર ગયેલા આર્યન ખાન અને સુહાના ખાનની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે, આર્યન, સુહાના અને તેમના પિતરાઈ ભાઈઓ રજાઓ મનાવવા ગયા હતા,
ત્રણેય મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પોતાની કારમાંથી નીચે ઉતરતા જોવા મળ્યા હતા, આ દરમિયાન બધાની નજર સુહાના પર હતી. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને ગૌરી ખાનના લગ્ન 1991માં થયા હતા. આર્યન તેમનું પહેલું સંતાન છે. તેનો જન્મ 1997માં થયો હતો અને પુત્રી સુહાનાનો જન્મ 2000માં થયો હતો. ત્યાં 2013માં પુત્ર અબરામનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. તમને જણાવી દઈએ કે,
શાહરુખના બંને બાળકોએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગેકૂચ કરી છે, જ્યાં આર્યન પોતાની પહેલી વેબ સિરીઝ માટે ફિલ્મ રાઈટર તરીકે કામ કરશે. ત્યાં સુહાના નેટફ્લિક્સની ધ આર્ચીઝથી ડેબ્યૂ કરી રહી છે. ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત, તે લોકપ્રિય આર્ચીઝ કોમિક્સનું હિન્દી રૂપાંતરણ છે. આ ફિલ્મમાં તે ખુશી કપૂર, અગસ્ત્ય નંદા, મિહિર આહુજા, યુવરાજ મેંડા અને વેદાંગ રૈના સાથે કામ કરશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
View this post on Instagram