આજે સવારે જયારે આંખ ખુલી ત્યારે એક ખુબ જ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા. રામાયણમાં લંકાપતિ રાવણના પાત્રને અમર કરી દેનારા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. તેમના નિધનના ખબરથી ચાહકોમાં પણ માહોલ ફરી વળ્યો હતો.
અભિનેતા અરવિંદ ત્રિવેદી મૂળ ઇડર પાસેના કુકડીયા ગામના વતની હતા, પરંતુ તેમનો જન્મ મધ્ય પ્રદેશના ઉજ્જૈનના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમને ઇડરમાં એક બંગલો પણ બનાવ્યો હતો જેનું નામ તેમને “અન્નપૂર્ણા” આપ્યું હતું. આ શાનદાર બંગલો ઇડર જતા તમને રસ્તા ઉપરથી જ જોવા મળી જાય તેમ છે.
અરવિંદ ત્રિવેદીએ 300થી પણ વધારે ગુજરાતી ફિલ્મો ઉપરાંત નાટકો અને ધારાવાહિકોમાં કામ કર્યું છે. પરંતુ તેમને સાચી ઓળખ રામાયણમાં રાવણના પાત્ર દ્વારા મળી હતી. આખો દેશ તમેને આ પાત્ર નિભાવ્યા બાદ “લંકેશ”ના નામથી જ ઓળખવા લાગી ગયો અને એટલે જ અરવિંદ ત્રિવેદીએ પોતાના ઘરની બહાર પોતાના નામની તખ્તીમાં નામની સાથે “લંકેશ” પણ લખાવ્યું હતું.
અરવિંદ ત્રિવેદી ભલે રામાયણમાં રાવણની ભૂમિકા નિભાવતા હોય પરંતુ તેઓ એક સાચા રામભક્ત હતા. તેમને પૂજ્ય મોરારી બાપુના હાથે પોતાના ઘરમાં રામની પ્રતિમા પણ સ્થાપિત કરાવી હતી. શૂટિંગ સેટ ઉપરથી પણ પોતાનું પાત્ર નિભાવીને જયારે તેઓ ઘરે આવતા ત્યારે રામની પ્રતિમા સામે બે હાથ જોડીને માફી પણ માંગતા હતા. કારણે શૂટિંગ દરમિયાન રાવણના પાત્રમાં તે રામને ઘણા અપમાનજનક શબ્દો બોલતા હતા.
આ બાબતે અરવિંદ ત્રિવેદીએ જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, “જ્યારે હું સિરિયલમાં રાવણનું પાત્ર ભજવતો ત્યારે શૂટિંગમાં જતા સમયે રામના ફોટાની પૂજા કરતો હતો. તમે જે પાત્ર ભજવો છો એનો પણ આદર કરવો જોઈએ અને તેથી જ હું રાવણની પૂજા કરતો હતો.” આ રીતે અરવિંદ ત્રિવેદી પોતાના પાત્રને પણ વરેલા હતા.
રવિંદ ત્રિવેદી 1991 થી 1996 સુધી સાબરકાંઠાના સાંસદ સભ્ય તરીકે રહ્યા હતા. તેમજ ભારતીય સેન્સર બોર્ડના કાર્યકારી ચેરમેન પદે 2002ના વર્ષમાં રહ્યા હતા. અરવિંદ ત્રિવેદી વાર તહેવારે અને ખાસ રામનવમીએ અચૂક ઇડરમાં આવેલા તેમના અન્નપૂર્ણા બંગલામા આવીને રોકાતા હતા. તેઓ જન પ્રતિનિધી તરીકે લોકો સાથે સીધો પરિચય ધરાવતા હતા.
અરવિંદભાઈ સાચા રામ ભક્ત હોવાના ઘણા પુરાવો મળી આવે છે. તેમની ઘણી તસ્વીરોમાં તે રામ નામ લખેલી સાફીને પોતાના ખભે ધારણ કરતા પણ જોવા મળ્યા છે. આ ઉપરાંત તેમના “અન્નપૂર્ણા” બંગલામાં પણ મોટા મોટા અક્ષરોમાં રામ નામ લખેલું જોવા મળી આવે છે.અરવિંદ ત્રિવેદી તેમના મિત્ર વર્તૂળ અને તેમની દિકરીઓ અને જમાઇઓની ઉપસ્થિતીમાં રામનવમીની ઉજવણી કરતા હતા. ઇડરમાં તેઓ રામનવમીના દિવસે ઉપસ્થિત રહેતા અને રામની પૂજા અર્ચના કરતા હતા.
અરવિંદ ત્રિવેદીના અભિનયના કાયલ હતા દર્શકો, રિયલ લાઇફમાં પણ તેમને મળી હતી “લંકેશ”ની ઉપાધિ: રામાયણમાં ભલે રાવણનું પાત્ર નિભાવતા હોય, પરંતુ શૂટિંગ ઉપરથી આવીને રામની મૂર્તિ સાથે હાથ જોડીને માફી માંગતા હતા અરવિંદભાઈ, તેમને ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ રામાયણમાં રાવણના પાત્રને પણ તેમને અમર કરી દીધું હતું. તેમના અભિનયના કરોડો લોકો દીવાના હતા. વળી લોકડાઉનમાં રામાયણનું પુનઃ પ્રસારણ થતા રામાયણના એ બધા પાત્રો આંખો સામે ખડા થઇ ગયા હતા.
અરવિંદ ત્રિવેદી મૂળ ઇડર પાસેના કૂકડીયા ગામના વતની હતા. પરંતુ તેમનો જન્મ મધ્ય પ્રદેશના ઉજ્જૈનના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ અભિનય સાથે જ સંકળાયેલા હતા. અને ગુજરાતી ફિલ્મોમાં તેમને પણ દમદાર અભિનય કર્યો હતો. અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીને પણ એક સમયના સુપરસ્ટાર માનવામાં આવતા હતા.
અરવિંદ ત્રિવેદી ભલે રામાયણમાં રાવણની ભૂમિકા નિભાવતા હોય પરંતુ તેઓ એક સાચા રામભક્ત હતા. તેમને પૂજ્ય મોરારી બાપુના હાથે પોતાના ઘરમાં રામની પ્રતિમા પણ સ્થાપિત કરાવી હતી. શૂટિંગ સેટ ઉપરથી પણ પોતાનું પાત્ર નિભાવીને જયારે તેઓ ઘરે આવતા ત્યારે રામની પ્રતિમા સામે બે હાથ જોડીને માફી પણ માંગતા હતા. કારણે શૂટિંગ દરમિયાન રાવણના પાત્રમાં તે રામને ઘણા અપમાનજનક શબ્દો બોલતા હતા.
આ બાબતે અરવિંદ ત્રિવેદીએ જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, “જ્યારે હું સિરિયલમાં રાવણનું પાત્ર ભજવતો ત્યારે શૂટિંગમાં જતા સમયે રામના ફોટાની પૂજા કરતો હતો. તમે જે પાત્ર ભજવો છો એનો પણ આદર કરવો જોઈએ અને તેથી જ હું રાવણની પૂજા કરતો હતો.” આ રીતે અરવિંદ ત્રિવેદી પોતાના પાત્રને પણ વરેલા હતા.
અરવિંદ ત્રિવેદીએ 300થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના અભિનયથી ગુજરાતના ઘરમાં ઘરમાં તેમને આગવી ઓળખ બનાવી હતી. અને રામાયણમાં રાવણનું પાત્ર નિભાવી અને તે દેશભરમાં પ્રચલિત બન્યા હતા.અરવિંદ ત્રિવેદીએ ઘણા ગુજરાતી નાટકો અને ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે. તેમના અભિનય માટે તેમને ઘણા એવોર્ડ પણ એનાયત થયા છે.