ફેક્ટ ચેક: શું ખરેખર સૈનિક ઉપર ગુસ્સે થતી આ નાની છોકરી યુક્રેનની છે? જુઓ વીડિયો જાણો હકીકત

FACT CHECK: હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે, જેમાં સૈનિકોથી લઈને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. રશિયાની સેના યુક્રેન તરફ જોરદાર રીતે આગળ વધી રહી છે અને રાજધાની કિવ પર મિસાઈલ છોડી રહી છે. આ મિસાઈલોના કારણે યુક્રેનમાં હજારો લોકો બેઘર થઈ ગયા છે, તેમના ઘર બરબાદ થઈ ગયા છે. લોકો પોતાના ઘરનો કાટમાળ એકઠો કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર યુક્રેનની ઘણી હ્રદયસ્પર્શી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકોની આત્મા કંપી જાય છે. આવી સ્થિતિમાં જરા વિચારો કે કોને ગુસ્સો નહીં આવે. આવો જ એક ગુસ્સાવાળો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વીડિયો રશિયા અને યુક્રેન યુદ્ધ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કોઈ જગ્યાનો વીડિયો છે, જે આવા સમયે વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સેનાનો એક જવાન બંદૂક લઈને ઉભો છે અને એક નાની છોકરી તેના પર પોતાનો ગુસ્સો કાઢી રહી છે. તે મોટેથી બૂમો પાડી રહી છે અને પોતાની ભાષામાં કંઈક કહી રહી છે અને સૈનિક ચૂપચાપ તેના શબ્દો સાંભળી રહ્યો છે. આ પછી તે ત્યાંથી જવાનું શરૂ કરે છે, પરંતુ છોકરી તેને છોડતી નથી.

તે તેની પાછળ બૂમ પાડીને થોડી આગળ ચાલે છે. આ દરમિયાન યુવતી સૈનિકને મારવાની કોશિશ પણ કરે છે, પરંતુ મારતી નથી. હવે આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ જે રીતે રુસો-યુક્રેન યુદ્ધની બાળકો પર નકારાત્મક અસર પડી રહી છે, લોકો તેને રિલેટ કરીને આ વીડિયો જોઈ રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન ખોટા દાવા સાથે આ વીડિયો વાયરલ થયો હતો અમે પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે આ વીડિયો 2012નો છે અને રશિયા અને યુક્રેનનો નથી.આ 2 નવેમ્બર, 2012 નો વીડિયો છે , આ 12 વર્ષીય અહેદ તમીમી નબી સાલેહમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ઇઝરાયેલી સૈનિકને મુક્કો મારવાનો પ્રયાસ કરે છે તે સમય નો વીડિયો છે.

IAS ઓફિસર અવનીશ શરણે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘”વીડિયો ક્યાંનો છે તે ખબર નથી, પરંતુ દરેકનું લોહી પોતાના દેશ માટે ઉકળે છે. સાચે જ, કોઈ બીજા દેશના સૈનિકો તેમના દેશમાં ઘૂસીને તબાહી મચાવી દે તો કોને ગુસ્સો ન આવે?”

14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 20 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. આ ઉપરાંત લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘મને લાગે છે કે આ પેલેસ્ટિનિયન છોકરી છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘સૈનિકનો સંયમ જોવા મળે છે’. તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને કહ્યું છે કે આ એક જૂનો વીડિયો છે, જે ફરી વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel