આ પોપ્યુલર સિંગર 7 વર્ષની ડેટિંગ બાદ બંધાયો લગ્નના બંધનમાં, ખૂબસુરત તસવીરો શેર કરી લખ્યુ- તૂ હી મેરા ધર…

લગ્નના બંધનમાં બંધાયો મશહૂર સિંગર અરમાન મલિક, ન્યુ યર પર આપી ગુડ ન્યુઝ, ડ્રીમી ફોટોઝ પરથી નહિ હટે નજર

બોલિવૂડના પોપ્યુલર સિંગર અરમાન મલિકે લગ્ન કરી લીધા છે, તેણે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેની સાથે એક સુંદર કેપ્શન પણ લખ્યું. અરમાને લખ્યુ- ‘તૂ હી મેરા ઘર…’. આ તસવીરોમાં અરમાન અને આશના બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. અરમાન અને આશનાના લગ્નની તસવીરો સામે આવતા ચાહકો પણ કપલને શુભકામના પાઠવી રહ્યા છે. આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ ધૂમ મચાવી રહી છે.

અરમાન અને આશનના ડ્રીમી વેડિંગની તસવીરો જોતા સ્પષ્ટ થાય છે કે હિંદુ રીતિ-રિવાજોની સાથે ક્રિશ્ચિયન સ્ટાઈલને પણ મહત્વ આપવામાં આવ્યું છે. બંનેએ આ લગ્ન માટે દિવસનો સમય પસંદ કર્યો હતો. લગ્ન સમારોહ ખુલ્લા બગીચામાં યોજાયો હતો, જ્યાં વરમાળા પછી બંનેએ ફેરા નફર્યા પણ ક્રિશ્ચયન અને ઇસ્લામિક સ્ટાઇલમાં એકબીજાને લાઇફ પાર્ટનરના રૂપમાં સ્વીકાર્યા. બંને માઈક પકડીને એકબીજાને પતિ-પત્ની તરીકે પસંદ કરતા જોવા મળ્યા હતા.

લગ્નની તસવીરોમાં અરમાન મલિક અને આશના શ્રોફ બંને એકબીજાની બાહોમાં ખુશીથી હસતા જોવા મળ્યા હતા. એક તસવીરમાં અરમાન મલિકે આશના શ્રોફને માળા પહેરાવીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.જણાવી દઇએ કે, અરમાન અને આશનાની સગાઈ 22 ઓક્ટોબર 2023ના રોજ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં થઇ હતી. આ દરમિયાનની તસવીરો પણ કપલે ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. બંનેએ એક ખાસ કાર્યક્રમમાં સગાઈ કરી હતી.

ઈવેન્ટમાં અરમાન ઘૂંટણિયે પડ્યો હતો અને આશનાને રિંગ પહેરાવી હતી. આ પછી બંનએ લિપલોક પણ કર્યુ હતુ. મોટાભાગના ચાહકોને ખબર નથી કે બંને છેલ્લા 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હા, બંને 2017માં પહેલીવાર મળ્યા હતા. આ પછી બંને વચ્ચે પ્રેમ શરૂ થયો જે હવે લગ્નમાં ફેરવાઈ ગયો છે. બંનેએ હવે જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. આશનાએ આ ખાસ અવસર પર ડાર્ક ઓરેન્જ લહેંગો પહેર્યો હતો, જ્યારે અરમાને હળવા ઓરેન્જ રંગની શેરવાની પહેરી હતી.

આશના જ્યાં એકદમ ગોર્જિયસ અને ક્યુટ લાગી રહી હતી, ત્યાં અરમાન ડેશિંગ દેખાતો હતો. અરમાન મલિક પ્રખ્યાત સિંગર છે અને અન્નુ મલિકનો ભત્રીજો છે, જ્યારે આશના શ્રોફ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. અરમાન મલિકની પત્ની આશના શ્રોફની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જોઈએ તો તે પોતાને ડિજિટલ ફેશન અને બ્યુટી સ્પેસમાં એક પ્રમુખ વ્યક્તિના રૂપમાં તરીકે સ્થાપિત કરી છે. તે એક ભારતીય ફેશન અને બ્યુટી બ્લોગર, YouTuber અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે.

ફેશન ઇન્ડસ્ટ્રીમાં તેના યોગદાન માટે ઓળખવા પર, તેને કોસ્મોપોલિટન લક્ઝરી ફેશન ઇન્ફ્લુએન્સર ઓફ ધ યર 2023 તરીકે પસંદ કરવામાં આવી હતી. આશના ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. આશનાએ તરુણ તહિલિયાની, મનીષ મલ્હોત્રા અને જેજે વલાયા જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સ સાથે કોલાબ કરી ચૂકી છે. આ ઉપરાંત, તે Dior, Tory Burch, Hermes, Diesel, Tod’s અને Bailey જેવી લક્ઝરી બ્રાન્ડ્સ દ્વારા આયોજિત ગ્લોબલ ઇવેન્ટનો પણ ભાગ રહી છે.

નવેમ્બર 2013માં, આશનાએ તેનો ઓનલાઈન બિઝનેસ ધ સ્નોબ શોપ શરૂ કર્યો, જેણે ફેશનની દુનિયામાં તેજીથી ધ્યાન આકર્ષિત કર્યુ. આશનાએ મુંબઈની MIT કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને ન્યુઝીલેન્ડ ટર્શિયરી કોલેજમાં અભ્યાસ કર્યો છે. આશનાની નેટવર્થ લગભગ રૂ.37 કરોડ છે, જે તેની ટોચની બ્રાન્ડ્સ અને તેની યુટ્યુબ ચેનલ સાથેની ભાગીદારીથી આવે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અરમાન મલિકની કુલ સંપત્તિ 37 કરોડ રૂપિયા સુધી હોવાનું કહેવાય છે.

Shah Jina